4-month-old girl dies in flight to Surat-Mumbai
  • Home
  • Gujarat
  • સ્પાઇસ જેટની સુરત-મુંબઇની ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું મોત

સ્પાઇસ જેટની સુરત-મુંબઇની ફ્લાઇટમાં 4 મહિનાની બાળકીનું મોત

 | 3:06 pm IST

શુક્રવારના રોજ સવારના અરસામાં સુરતથી મુંબઇ જનારી ફલાઇટમાં માતા તથા નાના-નાની સાથે 4 માસની બાળકી બેભાન થઇ ગઇ હતી. મુંબઇ ખાતે ફ્લાઇટ લેન્ડિંગ બાદ તેને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

સુરત એરપોર્ટ સાથે સંકળાયેલાઓ મુજબ, શુક્રવારના રોજ સવારના અરસામાં સ્પાઇસ જેટની જયપુર-સુરત ફલાઇટ બાદમાં સુરત-મુંબઇ તરીકે રવાના થઇ હતી. આ ફલાઇટમાં રિયા નામની ચાર માસની બાળકી તેની માતા પ્રીતિ જિંદલ તથા નાના-નાની સાથે મુસાફરી કરી રહી હતી. વિમાન લેન્ડિંગ થઇ ગયા બાદ ટેક્સી-વે પર હતું ત્યારે બાળકીના પરિવારે બાળકી કોઇ હલન ચલન કરી રહી નહિ હોવાની ફરિયાદ કરી હતી. જેને લઇને તાત્કાલિક ઇમર્જન્સી જાહેર કરી કંટ્રોલ ટાવરનો સંપર્ક કરી બાળકી તથા તેની માતાને એરપોર્ટ ખાતેના મેડિકલ રૂમમાં લઇ જવાયા હતા. જ્યાં બાળકીએ કાર્ડિયોપલમોનરી રિસુસેશન (સીપીઆર)નો સપોર્ટ કર્યો ન હતો. બાદમાં તેને નજીકની નાણાવટી હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. મુંબઇ સહારા પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જો કે, હજુ સુધી મોતનંુ કારણ જાણી શકાયું નથી.

એરલાઇન સ્પાઇસ જેટના સૂત્રોએ જણાવ્યું હતંુ કે, પરિવારે ફલાઇટમાં કોઇપણ પ્રકારની કમ્પ્લેઇન કરી નહોતી. વિમાન લેન્ડિંગ થયા બાદ બાળકીનું હલનચલન જણાતંુ નહિ હોવાની ફરિયાદ કરતા તાત્કાલિક મેડિકલ સર્વિસ માટેની વ્યવસ્થા કરાઇ હતી.

સૂત્રો મુજબ, પરિવારે સવારે 5.30 કલાકના અરસામાં બાળકીને ખવડાવ્યું હતું. બાદમાં ફલાઇટમાં બાળક સૂઇ રહ્યું હોવાનું માન્યું હતું. જો કે ફલાઇટ લેન્ડ થયા બાદ પણ કોઇ હિલચાલ નહિ જણાતા તેઓએ એરલાઇન્સના ક્રૂ મેમ્બરને જાણ કરી હતી. સુરતથી ફલાઇટમાં બેસેલું પરિવાર મુંબઇનું હોવાનું માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ : વલસાડના વાપીમાં ડૉક્ટર વિરુદ્ધ નર્સે કર્યા ગંભીર આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન