4 More People Dead In Maharashtra Because Of Coronavirus
  • Home
  • Corona Live
  • દેશનાં આ રાજ્યમાં કોરોનાનો કહેર, વધુ 4 લોકોનાં મોતથી 16 પર પહોંચ્યો આંકડો

દેશનાં આ રાજ્યમાં કોરોનાનો કહેર, વધુ 4 લોકોનાં મોતથી 16 પર પહોંચ્યો આંકડો

 | 9:49 pm IST

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્તાયો છે. અહીં વધુ 4 લોકોનાં મોત થયા છે. તમામ મોત મુંબઈમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 16 લોકોનાં મોત કોરોના વાયરસનાં કારણે થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 335 છે. તો મુંબઈમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 181 છે. જે 4 લોકોનાં મોત થયા છે તેમની ઉંમર 50થી 75 વર્ષની વચ્ચે છે. મૃતકોમાં 3 મહિલા અને એક પુરુષ છે.

ધારાવી સુધી પહોંચ્યો કોરોના

આ પહેલા બુધવાર સાંજનાં જ મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો. ધારાવીમાં કોરોના વાયરસનો આ પહેલો પોઝિટિવ કેસ છે. દર્દીની ઉંમર 56 વર્ષ છે અને તેની સારવાર ચાલી રહી છે. તેના પરિવારનાં 8થી 10 લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. દર્દી જ્યાં રહે છે તે બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધારાવી મુંબઈમાં 15 લાખ લોકોની ગીચ વસ્તી છે, જે 613 હેક્ટરમાં ફેલાયલું છે. ધારાવીમાં લાખો લોકોની સંખ્યામાં દૈનિક મજૂરો અને નાના વેપારીઓ રહે છે.

રેલવે પોલીસને એક કોન્સ્ટેબલ પર કોરોનાથી સંક્રમિત

મહારાષ્ટ્રમાં બુધવારનાં કોરોનાનાં 18 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈનાં સીએસટી રેલવે સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ કોરોનાથી સંક્રમિત મળ્યો છે. ત્યારબાદ હડકંપ મચી ગયો છે. રેલવે પોલીસનાં આ કોન્સ્ટેબલને 30 માર્ચનાં કલ્યાણની રુકમણી બાઈ હૉસ્પિટલથી કસ્તૂરબામાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે તેનું રિઝલ્ટ પોઝિટિવ આવી ગયું છે. સૌથી મહત્વની વાત એ છે કે 15થી 27 માર્ચ સુધી સંપર્કમાં પોલીસ સ્ટેશનનાં 32 પોલીસ કર્મચારીઓ આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં 335 કોરોનાનાં કન્ફર્મ કેસ

રેલવે પોલીસનાં સીનિયર અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કુલ 11 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. બાકી લોકોનો પણ જલદીથી જલદી સંપર્ક કરીને તેમને ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત કૉન્સ્ટેબલ જે અન્ય લોકોનાં સંપર્કમાં આવ્યો હતો તેમની શોધ ચાલું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અત્યાર સુધી અહીં 335 કન્ફર્મ કેસ સામે આવ્યા છે.

આ વિડીયો પણ જુઓ: ડાકોરમાં વિતરણ કરાતાં અનાજ મામલે ડાકોર પાલિકાની બેદરકારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન