4 People Ends Their Life in Vadodara
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરા શહેર -જિલ્લામાં 4 વ્યક્તિઓએ આત્મહત્યા કરી, 3 યુવાન અને 1 મહિલાએ મોતને વ્હાલું

વડોદરા શહેર -જિલ્લામાં 4 વ્યક્તિઓએ આત્મહત્યા કરી, 3 યુવાન અને 1 મહિલાએ મોતને વ્હાલું

 | 8:30 am IST
  • Share

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા ત્રણ પુરૃષો અને જિલ્લામા રહેતી ૧ મહિલાએ અજ્ઞાાત કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનુ સ્થાનિક પોલીસ મથકના તથા સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયુ છે. શહેરમાં વધતા જતા આત્મહત્યાના બનાવો જણાવી રહ્યા છે કે લોકોમાં ધીરજનો અભાવ જોવા મળી રહ્યા છે.

પ્રથમ બનાવમાં, શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર હિલમા પરિવાર સાથે ૩૩ વર્ષીય ચંદનભાઈ અવધેશ સીંગ રહેતા હતા. તેઓ બે સંતાનોના પિતા હતા. લોકડાઉન પછી તેમની નોકરી છુટી ગઈ હતી. ત્યારથી તેઓ નોકરીની શોધમાં હતા. પરંતુ તેમને કોઈ નોકરી ન મળી હતી. છેવટે તેઓએ આજે બપોરે કોઈ અજ્ઞાાત કારણોસર આવેશમા આવીને પોતાના ઘરે બેડરૃમમાં સિલીંગ ફેન સાથે ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેની પત્ની બાળકને ટયૂશન ક્લાસમા મૂકવા માટે ગઈ હતી. જે પરત આવ્યા ત્યારે તેઓએ પતિને ફાંસો ખાધેલી હાલતમા જોતા શોરબકોર મચાવી મુક્યો હતો. જેને કારણે સ્થાનિકો તુરંત દોડી આવ્યા હતા. જેથી ચંદનને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે ચંદનને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમા ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમા, ફતેગંજ વિસ્તારમા ફૂટપાથ પર ૩૬ વર્ષીય ગોપાલ થાપા રહેતા હતા. તેઓ છૂટક મજૂરી સાથે સંકળાયેલ હતા. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હતા. જેઓ અનાથ આશ્રમમાં રહે છે. ગોપાલભાઈએ શનિવારે બપોરે અજ્ઞાાત કારણોસર અથવા તો ભૂલથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને કારણે તેઓ બેભાન થઈ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં તેઓનુ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યુ હતું. અંતે ઘટનાની જાણ સયાજીગંજ પોલીસ મથકે કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા બનાવમાં, આજવા રોજ પર સરદાર એસ્ટેટની પાછળ આવેલી નિલમ સોસાયટીમા પરિવાર સાથે ૨૬ વર્ષીય કૃણાલભાઈ કંચનભાઈ રોહિત રહેતો હતો. તેઓ મકરપુરા જી.આઈ.ડી.સી.ની ખાનગી કંપનીમા એન્જિનીયર તરીકે પોતાની ફરજ બજાવતો હતો. ૨૦ ફેબ્રુઆરીના દિવસે તેઓ ઓફિસેથી જલ્દી ઘરે આવી ગયો હતો. ત્યારબાદ તેઓ તુરંત પોતાના રૃમમાં માતા-પિતાને હું સુઈ જવુ છુ તેમ કહીને જતો રહ્યો હતો. તેવામાં તેની માતા ચા બનાવીને કૃણાલને આપવા માટે તેની રૃમમાં ગયા હતા. ત્યારે રૃમની બારીમાંથી કૃણાલને ફાંસો ખાધેલી હાલતમા જોતા શોરબકોર મચાવી મુક્યો હતો. જેને કારણે કૃણાલના પિતા અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ઉપરાંત પાડોશમા રહેતો કૃણાલનો મિત્ર પણ દોડી આવ્યો હતો અને દરવાજાને તોડીને કૃણાલને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમા ખસેડયો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમા શીફ્ટ કરાયો હતો. જીજીય્મા સારવાર દરમિયાન કૃણાલનુ મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ બાપોદ પોલીસને થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા બનાવમા, પાદરાના ગયાપુરા ગામે પરિવાર સાથે ૩૦ વર્ષીય ઉષાબેન રમેશભાઈ માળી રહેતા હતા. તેઓએ ૧૫ ફેબ્રુઆરીના દિવસે સવારે કોઈ અજ્ઞાાત કારણોસર આવેશમા આવીને પોતાના ઘરે કોઈ અજાણી ઝેરી દવા પી લીધી હતી. જેને કારણે તેઓ બેશુદ્ધ થઈને ઢળી પડયા હતા. જેથી તેમને સારવાર માટે પરિવારજનો પાદરા ખાતેની સરકારી હોસ્પિટલમા લઈ ગયા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલમા શીફ્ટ કર્યા હતા. ગોત્રી હોસ્પિટલમા સારવાર દરમિયાન ઉષાબેનનુ મોત નીપજતા પાદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન