સમારેલા ફ્રૂટને રાખવા છે Fresh તો અજમાવો આ 4 ટિપ્સ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • સમારેલા ફ્રૂટને રાખવા છે Fresh તો અજમાવો આ 4 ટિપ્સ

સમારેલા ફ્રૂટને રાખવા છે Fresh તો અજમાવો આ 4 ટિપ્સ

 | 8:23 pm IST

ફ્રૂટ ખાવાનું બધા લોકોને પસંદ હોય છે. કેટલાંક લોકો ફ્રુટ ખાવાનાં એટલાં શોખીન હોય છે કે તે લોકો ઓફિસમાં પણ ફ્રૂટ લઈને જતા હોય છે પરંતુ કેટલીક વાર ફ્રુટ ડબ્બામાં બંધ હોવાને કારણે તે ખરાબ થઈ જાય છે અને ખાવાની ઈચ્છા નથી થતી. તો ઘણીવાર બહુ બધા ફ્રૂટ સમારી લઈએ છીએ પણ તે ખરાબ થઈ જવાના ડરથી તેને સ્ટોર નથી કરી શકતા. આજે અમે તમેન કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેનાથી ફ્રૂટનો રંગ બદલાશે નહીં અને તે એકદમ તાજા રહેશે.

ફ્રૂટને તાજા રાખવાની ટિપ્સ :

1. લીંબુનો રસ

Punakha Dzong, at the confluence of two rivers, was the venue of the Fifth King of Bhutans Royal Wedding.

ફ્રૂટને સમારી લીધા પછી તેનાં પર સારી રીતે લીંબુનો રસ છાંટવો અને તેના પછી તેને ફ્રિઝમાં સ્ટોર કરો. તેનાથી ફ્રૂટ આખો દિવસ તાજા રહેશે અને તેનો કલર પણ નહીં બદલાય

2. એલ્યુમિનિયમ ફોયલ

જો તમે ફ્રૂટને ઓફિસમાં લઈ જવા માટે પેક કરતા હોય તો તેને એલ્યુમિનિયમ ફોયલમાં પેક કરો. તેના પછી તેમાં નાના-નાના હોલ કરી દો. તેનાથી ફ્રૂટની સુંગધ પણ નહીં જાય અને તે એકદમ ફ્રેશ રહેશે.

3. સાઈટ્રિક એસિડ પાવડર

ફ્રૂટને સમારી લીધા પછી તેના પર સાઈટ્રિક એસિડ પાવડર લગાવો. તેનાથી ફળનો સ્વાદ, સુંગઘ અને ફ્રેશ રહેશે.

4. બરફ વાળું પાણી

સમારેલાં ફ્રૂટને ડબ્બામાં બંધ કરી દીધા પછી તેને બરફનાં પાણીમાં રાખવા. આવું કરવાથી 3-4 કલાક સુધી સમારેલાં ફ્રૂટ તાજા રહેશે.