યમનના વાવાઝોડાંમાં માધાપુર -ભુંગાના 1 જ પરિવારના 4 શખ્સો લાપતા - Sandesh
  • Home
  • Featured
  • યમનના વાવાઝોડાંમાં માધાપુર -ભુંગાના 1 જ પરિવારના 4 શખ્સો લાપતા

યમનના વાવાઝોડાંમાં માધાપુર -ભુંગાના 1 જ પરિવારના 4 શખ્સો લાપતા

 | 9:21 pm IST

નવ મહિના અગાઉ સલાયાના વહાણ “અલ ખીજર “માં ખલાસી તરીકે 13 વ્યક્તિઓ યમનમાં સિકોતર ટાપુ ઉપર ગયેલા પૈકી 1 જ પરિવારના 4 શખ્સો જામનગર નજીક માધાપર-ભુંગાના ગયા હતા. તાજેતરમાં યમનમાં આવેલા વાવાઝોડામાં આ વહાણ અને એની સાથેના તમામ 13 ખલાસીઓ લાપતા થઇ ગયા છે. જેને પગલે માધાપર-ભુંગાના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

નવ મહિના અગાઉ સલાયાનું વહાણ મુદ્રાથી યમન જવા રવાના થયું હતું અને રમઝાન ઈદ માટે 23 મેં ના રોજ ભારત આવવા રવાના થયા હતા. ત્યાં જ વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ભોગ બનતા “અલ ખીજર” વહાણ અને તેમાં સવાર 13 ખલાસીઓ લાપતા બની ગયા છે. આ 13 પૈકી માધાપર-ભુંગાના એક જ પરિવારના અજીજ જુસબ ચમડીયા (ઉ.વ. 50) તેના બે પુત્રો શબીર ચમડીયા (ઉ.વ.35) અને જુસબ ચમડીયા (ઉ.વ.30) અને ભાણેજ આલમ બેલીમ (ઉ.વ.30) તમામ લાપતા થઇ ગયા છે.

આ લાપતા થયેલા લોકોની જાણ અન્ય વહાણમાં સવાર માધાપર-ભુંગાના એક ખલાસીનો આ પરિવારને ફોન આવ્યો ત્યારે પરિવાર ઉપર જાણે કે વીજળી ત્રાટકી હતી અને આખો પરિવાર રોક્કડ કરવા માંડ્યો હતો.