4 terrorist neutralised by indian army in Shopian encounter
  • Home
  • Featured
  • કાશ્મીરમાં લશ્કરનો જિલ્લા કમાન્ડર ઠાર, 12 કલાકમાં 4 આતંકવાદીઓનો ખાતમો

કાશ્મીરમાં લશ્કરનો જિલ્લા કમાન્ડર ઠાર, 12 કલાકમાં 4 આતંકવાદીઓનો ખાતમો

 | 9:44 pm IST
  • Share

  • શૉપિયા અને કુલગામમાં એન્કાઉન્ટર
  • 15 દિવસમાં 17 આતંકવાદીઓ ઠાર મરાયા
  • બિહારી મજૂરોના જીવ લેનાર આતંકવાદી પણ ઠાર

 
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય નાગરિકોની હત્યા બાદ સેનાના જવાનોએ આતંકવાદીઓને શોધવા માટે ઑપરેશન હાથ ધર્યું છે. સેનાના જવાનો સતત આતંકવાદીઓનો ખાતમો કરી રહ્યાં છે, ત્યારે આજે કુલ 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોએ આજે કુલગામમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. અગાઉ શૉપિયામાં પણ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આમ આજે 12 કલાકના ગાળામાં કુલ 4 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. આ રીતે છેલ્લા 15 દિવસોમાં 17 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

J&K પોલીસે જણાવ્યું કે, પોલીસ અને સેનાએ કુલગામના લશ્કરના જિલ્લા કમાન્ડર (ગુલજાર અહમદ રેશી) અને એક અન્યને ઠાર માર્યો છે. જે બિહારના બે ગરીબ શ્રમજીવોની હત્યામાં સામેલ હતા.


જો કે આજના દિવસમાં શૉપિયાંમાં એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ 2 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. જો કે આ એન્કાઉન્ટરમાં 3 જવાનો પણ ઈજાગ્રસ્ત થઈ ગયા. જે પૈકી 1 જવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થઈ ગયો હતો, જ્યારે અન્ય બેની હાલ સારવાર ચાલી રહી છે.

શૉપિયાં એન્કાઉન્ટરમાં આજે સેનાએ જે બે આતંકવાદીઓને ઠાર માર્યા, તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે થઈ છે. આદિલ ગત વર્ષે જુલાઈમાં આતંકવાદી સંગઠન સાથે સંકળાયો હતો. તેણે પુલવામામાં ઉત્તર પ્રદેશના સહારનપુરના વતની મજૂર શાકિરનો જીવ લીધો હતો. આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરુદ્ધ 11 એન્કાઉન્ટર થયા છે. જેમાં અત્યાર સુધીમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા છે.
 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો