According to astrology Beauty benefits of green tea bags
  • Home
  • Fashion & Beauty
  • ભૂલથી પણ ફેંકશો નહી ગ્રીન ટી બેગ, તમે માનસો નહી એવા છે તેના ફાયદા

ભૂલથી પણ ફેંકશો નહી ગ્રીન ટી બેગ, તમે માનસો નહી એવા છે તેના ફાયદા

 | 12:10 pm IST

ગ્રીન ટી પીવાથી તબિયતતો સારી રહેશે જ પણ સાથે સાથે ગ્રીન ટી બેગને ફેંકશો નહી કેમકે એજ તમને કોઈ કામમાં ન આવતી વસ્તુઓના ફાયદાઓ જાણશો તો તમને માન્યામાં પણ નહી આવે કે ખરેખર આટલા બધા ફાયદાઓ થાય છે આ વસ્તુના. જી, હા વધેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ તમે ડાર્ક સર્કલ, ખોડો, ખીલ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો. ગ્રીન ટીને રીયુઝ કરીને તમે ચમકતી અને દમદાર ત્વચા મેળવી શકશો. અને કેટલાક જીદ્દી પ્રોબ્લેમને દૂર કરી શકશો.

ડાર્ક સર્કલ
આંખોની નીચે પડી જતાં ડાર્ક સર્કલ ખુબજ ભયંકર દેખાવા લાગે છે આના માટે અસર કારક ઉપાય છે તમે વધેલી ટી બેગને ફ્રીઝરમાં 2-3 મિનિટ રાખી દો અને ત્યારબાદ 10 મિનિય સુધી આંખો પર રાખી દો આનાથી જો તમને આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા હશે તો તાત્કાલીક દૂર થશે કેટલાક લોકોને આંખોની નીચે કાળા કુંડાળાઓની સાથે સાથે સોજા આવી જાય છે જેને પફી આંખ કહેવામાં આવે છે તમને આનાથી પણ છુટકારો મળી જશે.

હોમમેડ સ્ક્રબ
ગ્રીન ટી બેગની પત્તિઓમાં મધ ભેળવી હલ્કા હાથે ચહેરા પર લગાવી રાખવાથી ડેડ સ્કિન દૂર થશે અને ત્વચા નીખરી જશે.

ખીલથી મળશે છુટકારો
જો ચહેરા પર ખીલ થતાં હોય તો ગ્રીન ટી બેગથી દૂર થશે તમે ગ્રીન ટીમાં 2 ચમચી દહી અને હળદર ભેળવી ચહેરા પર માસ્ક લગાવો આનાથી તમારી ત્વચા ખીલી જશે.

એન્ટી એન્જીંગ સમસ્યા
ઠંડી ગ્રીન ટીમાં કેટલાક બૂંદ લીંબુના નાખશો અને રાત્રે સુતા પહેલા લગાડશો તો ચહેરા પર જે કરચલીઓ દેખાય છે તે દૂર થઈ જશે.

આ Video જુઓ: અપચા સહિતની સમસ્યાથી મળશે રાહત, આ રીતે કરો હીંગનું સેવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન