4-zodiac-signs-cannot-forgive-horoscope
  • Home
  • Astrology
  • દગો કરનારને ક્યારેય માફ નથી કરતાં આ 4 રાશિઓના જાતક, મોકો મળતા જ લે છે બદલો

દગો કરનારને ક્યારેય માફ નથી કરતાં આ 4 રાશિઓના જાતક, મોકો મળતા જ લે છે બદલો

 | 2:30 pm IST

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિના ગુણ અવગુણ અંગે વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે ગ્રહોની ચાલ બદલતા અને જાતકોની કુંડળીમાં આનો ખાસ પ્રભાવ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12માંથી 4 રાશિના લોકો દગો કરનારને ક્યારેય માફ કરતા નથી. જો તેને ભૂલથી પણ કોઈએ કર્યો દગો તો સમજો તમારૂ આવી બન્યુ કેમકે જ્યાં સુધી તે બદલો ન લે ત્યાં સુધી તેમને શાંતી મળતી નથી.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતક કોઈ પર સરળતાથી વિશ્વાસ કરતા નથી અને પોતાની ભાવના પણ કોઈ સાથે વ્યક્ત કરતા નથી. તે ખુબજ મુશ્કેલીથી કોઈ પર વિશ્વાસ કરે છે. અને જો કોઈ અંગત વ્યકિત તેને દગો કરેતો તો સમજો તેને કેટલું દર્દ થતુ હશે. જો તમે પણ કોઈ વૃષભ રાશિના જાતકનું દિલ દુભાવ્યુ છે તો સમજો તમે ખતરાના નિશાન પર આવી ગયા છો. તે જાતક ગમે ત્યારે તમારી સાથે બદલો લેશે કેમકે બદલો લેવો તેમના સ્વભાવમાં છે. બદલો પણ એવો લેશે કે જેને તમે ક્યારેય ભૂલી નહી શકો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતક ખૂબજ સંવેદનશીલ માનવામાં આવે છે. તે ખુબજ સરળતાથી દરેક વાતને પોતાના દિલ પર લઇ લે છે. જો તેની સાથે કોઈ દગો કરે તો તે વાતને દીલ પર લઈ લે છે. એ મોકો જ શોધતા રહે છે કે ક્યારે તેનો બદલો લઈ શકાય. આ વાતને એ ત્યાં સુધી નથી ભૂલતા જ્યાં સુધી યોગ્ય અવસર નથી મળતો.

મકર રાશિ

મકર રાશિના જાતક કોશિશ કરતા રહે છે કે પોતાની સાથે થયેલા દગાને ભૂલી જાય. પરંતુ તેમના માટે આ શક્ય નથી. આ જાતક પોતાના દિમાગને અલગ દીશામાં ભટકાવવાનો પ્રયાસ કરે છે પણ તેમાં સફળ નથી થતા. હરતા ફરતા શોપિંગ કરતા ખુબજ વ્યસ્ત રહેતા આ ઘટનાને ફરી ફરી યાદ કરે છે. કદાચ એ વાતને ત્યાં સુધી ન છોડે જ્યાં સુધી દગો કરનાર માફી ન માંગે. માફી માંગે કે તરતજ આ જાતકને માનસીક શાંતી મળે છે. પછી જ તે આ વાતને છોડે છે.

કુંભ રાશિ

પહેલી રાશિ છે કુંભ જો તમે ક્યારેય પણ કુંભ રાશિના જાતકને દગો આપ્યો હશે તો શક્ય છે કે ભવિષ્યમાં તમારે આનું ખરાબ પરિણામ ભોગવવું પડશે. કુંભ રાશિના જાતક દગો કરનારને ક્યારેય માફી નથી આપી શકતા. તેઓ ચુપ રહીને પોતાનું કામ કરી લે છે. તમે ક્યારેય એ વાત નહી સમજી શકો તેમના દિમાગમાં શુ ચાલી રહ્યુ છે. તે આ ઘટનાને એક અનુભવ માને છે જેથી ભવિષ્યમાં કોઈ તેનો ફાયદો ન ઉઠાવી શકે.