40 million tweets i 4 month during the lok sabha elections
  • Home
  • Election 2019
  • સોશિયલ મીડિયામાં પણ વાગ્યો મોદીનો ડંકો, માત્ર 4 જ મહિનામાં Twitter પર થયો આ ચમત્કાર

સોશિયલ મીડિયામાં પણ વાગ્યો મોદીનો ડંકો, માત્ર 4 જ મહિનામાં Twitter પર થયો આ ચમત્કાર

 | 5:47 pm IST

ટ્વિટર ઈન્ડિયાએ ગુરૂવારે કહ્યું કે 1 જાન્યુઆરીથી 23 મે સુધીમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને વાતચીત થતી હોય એવી 39.6 કરોડ ટ્વિટ થઈ છે. આ આકડો 2014નાં આકડા કરતા 300 ટકા વધારે છે. 11 એપ્રિલથી 19 મે સુધીમાં ચૂંટણીના આ 6 અઠવાડિયાના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ટ્વિટર પર સૌથી વધુ ચર્ચામાં રહ્યો. આ સિવાય ધર્મ, નોકરી, બેરોજગારી, કૃષિ અને નોટબંધી પર પણ ચર્ચા થઈ છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ નરેન્દ્ર મોદીની ચર્ચા થતી જોવા મળી. તેમજ બીજેપી 4 ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ સાથે સાથે તેમના ગઠબંધનના સદસ્યોના ટ્વિટરનો પણ 53 ટકા ઉલ્લેખ થયો હતો.

સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના અન્ય સદસ્યોના હેંડલ સાથે સાથે આઈએનસી ઈન્ડિયા હેંડલનો પણ 37 ટકા ઉલ્લેખ થયો હતો. રાહુલ ગાંધી અને અમિત શાહની ચર્ચા મોદી બાદ બીજા નંબર પર રહી. ટ્વિટર ઈન્ડિયાએ એક નિવેદન આપતા કહ્યું કે અંગ્રેજી અને હિન્દીમાં વધારે વાતચીત થતી જોવા મળી હતી. ત્યારબાદ ગુજરાતી અને તમિલ ભાષામાં વધારે ટ્વિટ્સ જોવા મળ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન