400 crore to ECB due to cancellation of last test
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: છેલ્લી ટેસ્ટ રદ્દ થવાથી ECBને 400 કરોડનું નુક્શાન, હવે આ પ્લાનથી કરશે ભરપાઈ

India vs England: છેલ્લી ટેસ્ટ રદ્દ થવાથી ECBને 400 કરોડનું નુક્શાન, હવે આ પ્લાનથી કરશે ભરપાઈ

 | 3:09 pm IST
  • Share

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં કોરોનાના કેટલાક કેસ મળી આવ્યા હતા, ત્યારબાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમે પાંચમી ટેસ્ટમાં મેદાનમાં આવવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને મોટો આંચકો લાગ્યો છે.

 BCCI આ રીતે કરશે ભરપાઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કોરોનાની ચિંતાને કારણે માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રદ થયા બાદ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં બે વધારાની T20 મેચ રમવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ભારતીય ટીમ આગામી ઉનાળામાં ત્રણ T20 અને ત્રણ વનડે માટે ઇંગ્લેન્ડ જશે. આ દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રદ થયા બાદ સિરીઝના પરિણામ અંગે હજુ પણ મૂંઝવણ છે જ્યાં ભારતે 2-1ની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રદ થયેલી પાંચમી ટેસ્ટનું પરિણામ નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC) ને પત્ર લખ્યો છે. જોકે રવિવાર સુધી ICCના અધિકારીઓએ કહ્યું કે તેમને ECB તરફથી આવો કોઈ ઈ-મેલ મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન