40000 BSNL Employees Applied For VRS in just 3 days
  • Home
  • Business
  • 3 જ દિવસમાં BSNLનાં 40 હજાર કર્મચારીઓએ VRS માટે આવેદન કર્યું

3 જ દિવસમાં BSNLનાં 40 હજાર કર્મચારીઓએ VRS માટે આવેદન કર્યું

 | 7:30 pm IST

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના કર્મચારી માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અમલમાં મૂકી છે. બીએસઆરએલની વીઆરએસ યોજના 3 જી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે કુલ 13,000 કર્મચારીઓ ગ્રુપ-સી કેટેગરીમાં અરજી કરશે. જાહેર ક્ષેત્રના ટેલિકોમ ક્ષેત્રના ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ની સ્વૈચ્છિક નિવૃત્તિને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. યોજનાની ઘોષણાના માત્ર 3 દિવસમાં 40,000 કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી છે.

બીએસએનએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અરજી કરનારા કુલ 13,000 કર્મચારીઓ ગ્રુપ-સી કેટેગરીમાં છે. જો કે, દરેક વર્ગના કર્મચારીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “બીએસએનએલને 70,000 થી 80,000 કર્મચારીઓને વીઆરએસ યોજના અપનાવવાની અપેક્ષા રાખી છે, જેના થકી પગારના માથામાં આશરે 7,000 કરોડ રૂપિયાની બચત થશે. ઉલ્લેખનીય છે કે, બીએસએનએલની વીઆરએસ યોજના 5 નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવી હતી અને તે 3 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.

બીએસએનએલના બધા નિયમિત અને કાયમી કર્મચારીઓ કે જેમણે 50 વર્ષ અથવા તેથી વધુ ઉંમર પૂર્ણ કરી છે, તે વીઆરએસ માટે અરજી કરવા પાત્ર છે. આમાં એવા કર્મચારીઓ સામેલ છે જે બીએસએનએલની બહારની અન્ય સંસ્થાઓમાં ડેપ્યુટેશન ધોરણે કામ કરી રહ્યા છે. જો તમે નંબરો પર નજર નાખો તો હાલમાં બીએસએનએલના લગભગ 1.50 લાખ કર્મચારી છે. તેમાંથી લગભગ એક લાખ કર્મચારીઓ વીઆરએસ હેઠળ આવે છે. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) એ પણ તેના કર્મચારીઓ માટે વીઆરએસ લાગુ કર્યો છે. એમટીએનએલનો આ પ્લાન 3 ડિસેમ્બર સુધીનો છે.

આ વીડિયો પણ જુઓઃ

સાવરકુંડલામાં કમોસમી વરસાદને કારણે ખેતીના તમામ પાક નિષ્ફળ ગયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન