41,420 and 12,167 An important surface and trend disider

41,420 તથા 12,167 મહત્ત્વની સપાટી તથા ટ્રેન્ડ ડિસાઇડર!

 | 7:37 pm IST

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૪૧,૧૪૨) : મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૯,૭૩૫ સામે ૩૯,૭૦૧ના મથાળે ખૂલી સામાન્યતઃ ૩૯,૫૬૩ની નીચી સપાટી સ્પર્શ્યા બાદ લેવાલી તથા તે બાદ ભારે શોર્ટ કવરિંગ થકી ઉપરમાં એક તબક્કે ૪૧,૪૦૫ની ઊંચી સપાટી સ્પર્શી અંતે ૪૧,૧૪૨ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૯,૭૩૫ની સરખામણીમાં ૧,૪૦૭ પોઇન્ટનો આૃર્યજનક છતાં મજબૂત સુધારો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન દરેક ઘટાડે ચોતરફી લેવાલી તથા ભારે વેચાણ કાપણી જોવાઈ હતી. ત્રિમાસિક કોર્પોરેટ પરિણામોની અસર ભાવો પર જોવા મળી હતી. એકંદરે આંતરપ્રવાહો સ્થિરથી પોઝિટિવ જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૬,૦૦૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૦,૦૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦ તથા ૪૬,૪૦૦નો સુધારો જોવાશે.   હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૪૧,૦૫૪ નજીકનો તથા ૪૦,૮૪૯-૪૦,૮૦૮ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૦,૭૦૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૧,૪૨૦ અત્યંત મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં વધુ ફ્રેશ લેવાલી થકી ૪૧,૭૨૫, ૪૧,૮૪૦ તથા તે બાદ ૪૨,૧૦૮નો સુધારો જોવાશે. નીચામાં ૪૦,૭૦૦ તૂટતાં ૪૦,૪૮૪ તથા ૪૦,૩૭૧ની નીચી સપાટી આવશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર (૧૨,૦૯૬) : ૧૨,૧૬૭ નજીકની પ્રતિકાર સપાટી છે, જે પાર થતાં ૧૨,૨૦૦-૧૨,૨૧૦નો આરંભિક સુધારો જોવાશે. જે મુખ્ય પ્રતિકાર સપાટી અવશ્ય ધ્યાનમાં રાખવી. ૧૨,૨૧૦ પાર થયા બાદ ભારે ફ્રેશ લેવાલી થકી ૧૨,૩૦૬, ૧૨,૩૩૯ તથા ૧૨,૩૯૨નો સતત સુધારો જોવાશે. નીચામાં ૧૨,૦૫૪ નજીકનો ટેકો છે. જે તૂટતાં ૧૨,૦૦૬-૧૧,૯૯૧, ૧૧,૯૫૮ તથા ૧૧,૯૦૮-૧૧,૮૮૨ની નીચી સપાટી આવી શકશે. ઘટાડે લેવાલી જોવાશે. જેનો સ્ટોપલોસ ૧૧,૮૪૦નો રાખવો.

બેન્ક નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર (૩૧,૨૪૦) : ૩૧,૪૦૭-૩૧,૫૬૧ નજીકની પ્રતિકાર સપાટી છે. ૩૧,૫૬૧ પાર થતાં ૩૧,૭૫૨-૩૧,૭૮૩નો આરંભિક સુધારો જોવાશે. જે મુખ્ય પ્રતિકાર સપાટી અવશ્ય ધ્યાનમાં રાખવી. ૩૧,૭૮૩ પાર થયા બાદ ૩૨,૧૦૦નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૩૧,૦૮૧ તથા ૩૦,૯૫૬ મહત્ત્વના ટેકા છે. લેણમાં ૩૦,૮૪૮નો સ્ટોપલોસ રાખવો. ૩૦,૮૪૮ તૂટતાં ૩૦,૫૩૦ની નીચી સપાટી આવશે.

બજાજ ફાઇનાન્સ (૪,૬૫૦) : ૪,૬૦૮ તથા ૪,૫૭૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪,૫૨૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪,૮૪૬નો વધુ સુધારો જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા ફાઇનાન્સ (૩૯૮) : ૩૯૪ તથા ૩૯૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૮૧નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૦૬ તથા તે પાર થતાં ૪૧૫, ૪૨૭ તથા ૪૩૭નો સુધારો જોવાશે.

ચોલા ફાઇનાન્સ (૩૪૦) : ૩૩૨ તથા ૩૨૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૧૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૬૦ તથા ૩૭૪નો સુધારો જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા (૫૬૯) : ૫૬૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૫૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૮૧ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૫૮૧ પાર થતાં ૫૯૯ તથા ૬૧૦નો સુધારો જોવાશે.

એસ્કોર્ટ્સ (૮૬૮) : ૮૫૯ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૮૪૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૮૮, ૯૦૧ તથા તે બાદ ૯૨૨નો વધુ સુધારો જોવાશે.

ઇન્ડસઇન્ડ બેન્ક (૧,૨૯૯) : ૧,૨૮૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૬૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૩૦ તથા ૧,૩૪૬ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧,૩૪૬ પાર થતાં ૧,૩૯૧નો ઉછાળો જોવાશે.

આઇસીઆઇસીઆઇ બેન્ક (૫૩૬) : ૫૩૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૨૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૪૮ પાર થતાં ૫૬૬ તથા ૫૮૫નો ધરખમ સુધારો જોવાશે.

ટાઇટન (૧,૨૭૪) : ૧,૨૫૨ નજીકનો તથા ૧,૨૩૧ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૧૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૦૭નો આરંભિક સુધારો જોવાશે. ૧,૩૦૭ ઉપર બંધ આવ્યા બાદ વધુ ફ્રેશ લેવાલી થકી ૧,૩૪૨નો સુધારો જોવાશે.

ચાર્ટ કોરિડોર : ધર્મેશ ભટ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;