42 Home Quarantine Due to Corona omicron variant in Rajkot
  • Home
  • Gujarat
  • રાજકોટમાં ‘ઓમિક્રૉન’ વેરિએન્ટની દહેશત, વિદેશથી આવેલા 42 લોકો ક્વોરન્ટાઈન

રાજકોટમાં ‘ઓમિક્રૉન’ વેરિએન્ટની દહેશત, વિદેશથી આવેલા 42 લોકો ક્વોરન્ટાઈન

 | 3:37 pm IST
  • Share

  • કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉન સામે સાવચેતીના પગલા
  • વિદેશથી આવનારા લોકો 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં
  • કોરોનાના લક્ષણો જણાય તો RT-PCR ટેસ્ટ

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસના નવા વેરિએન્ટ ‘ઑમિક્રૉન’ને લઈને ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને તકેદારી રાખવા માટે એલર્ટ જાહેર કર્યું છે. એવામાં રાજકોટ મહાનગર પાલિકા પણ આ ઘાટક વેરિએન્ટના કારણે સતર્ક થઈ ગઈ છે.

રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાના ખતરનાક વેરિએન્ટ સામે એક્શન મોડમાં આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા દ્વારા વિદેશી આવતા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા 42 લોકોને ક્વોરન્ટાઈન કરીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વિદેશથી આવતા લોકોને એરપોર્ટ પર કોવિડ ટેસ્ટિંગ તેમજ ક્વોરન્ટાઈન થવાની સૂચના આપવામાં આવી રહી છે.

આ સિવાય અમદાવાદથી રોડ માર્ગે આવતા વિદેશી પ્રવાસીઓનું લિસ્ટ મેળવીને તેમને પણ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે મનપાના ડેપ્યુટી કમિશનર આશિષકુમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અમે વિદેશથી આવતા મુસાફરોનો હોમ ક્વોરન્ટાઈન કરીએ છીએ. 7 દિવસ સુધી આઈસોલેશનમાં રહ્યા બાદ કોઈ લક્ષણ ના જણાય તો સાવચેતી ખાતર તેમને ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે સલાહ અપાય છે, તેમજ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે.

વિદેશથી કોઈ મુસાફર આવતો હોય તો તે અમદાવાદ, મુંબઈ કે અન્ય કોઈ એરપોર્ટ પરથી આવતા હોય છે.આથી તેઓની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી સાથે જે-તે શહેરને વિગતો મોકલવામાં આવે છે.

રાજકોટને આવી કોઈ વિગતો મળે એટલે તાત્કાલીક મનપાની આરોગ્ય ટીમ જે-તે આરોગ્ય કેન્દ્ર પરથી વિદેશથી આવેલા મુસાફરને શોધવા નીકળે છે અને તેમને ઘરમાં જ ક્વોરન્ટાઈન થવાની સૂચના આપવામાં આવે છે. જે બાદ 7 દિવસ સુધી તેમનું મોનિટરિંગ કરવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો