અફઘાન સેના હવે હવામાં, 42 આતંકીઓ જમીનમાં - Sandesh
  • Home
  • World
  • અફઘાન સેના હવે હવામાં, 42 આતંકીઓ જમીનમાં

અફઘાન સેના હવે હવામાં, 42 આતંકીઓ જમીનમાં

 | 3:02 pm IST

અફઘાનિસ્તાનના સુરક્ષા દળોના હવાઈ હુમલામાં ઓછામાં ઓછી 42 આંતકીઓના મોત થયાં છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે અફઘાન સુરક્ષા દળોએ છેલ્લાં 24 કલાકમાં આઈએસ અને તાલિબાન સાથે સંકળાયેલા 42 આતંકીઓનો સફાયો કર્યો છે.

સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અફઘાન નેશનલ આર્મીએ હેલ્મંડ પ્રાંતના અનેક જિલ્લાઓમાં કરેલા હવાઈ હુમલામાં સાત તાલિબાની આતંકીઓના મોત થયા છે અને અન્ય છ ઈજાગ્રસ્ત થયાં છે. આ સાથે બે આતંકી અટ્ટા તેમજ બે વાહનોનો પણ નાશ કરાયો છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અરિજગન પ્રાંતમાં કરાયેલા હવાઈ હુમલામાં 15 આતંકીઓના મોત થયા છે અને 16 ઈજા પામ્યા છે. દર્જબ જિલ્લાના હુમલામાં આઈએસના 20 આતંકીઓ મોતને ભેટ્યા છે. અગાઉ ફેબ્રુઆરીના આરંભમાં દક્ષિણ-પૂર્વના ગઝની પ્રાંતમાં તાલિબાનને નિશાન બનાવી કરાયેલા હવાઈ હુમલામાં 26 આતંકીઓ ઢળી પડ્યા હતાં.