અમદાવાદમાં એક જ દિવસમાં 42 લોકો બેભાન! - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમદાવાદમાં એક જ દિવસમાં 42 લોકો બેભાન!

અમદાવાદમાં એક જ દિવસમાં 42 લોકો બેભાન!

 | 10:48 pm IST

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં આકાશમાંથી આગ વરસાવતી ગરમીને લીધે એક જ દિવસમાં 42 લોકો બેભાન થયા છે. દિવસ દરમિયાન અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સને 133 ફોન આવ્યા હતા.

રાજ્યભરમાં કુલ 494 લોકો ગરમીનો ભોગ બન્યા છે. જેમાંથી 42 લોકો રસ્તામાં બેભાન થતા તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગરમી વધતાં જે લોકોને પાણી પીવાની ઓછી આદત હોય તેવા 33 લોકોને પેટનાં દુઃખાવાની તકલીફ પણ વધી હતી. કેટલાંક દર્દીને લૂ લાગવા સાથે ઝાડા-ઊલ્ટી પણ થતાં હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડયા છે.
ખાસ કરીને વૃદ્ધોને ડિહાઇડ્રેશનને લીધે ચક્કર આવવા કે ગરમીના કારણે બેભાન થવાની તકલીફ થઈ હતી. જયારે છાતીમાં દુઃખાવાનાં કિસ્સા પણ છેલ્લા 3 દિવસથી વધ્યા છે.