પિૃમ કચ્છમાં ૧૦ દરોડામાં ૪૩ જુગાર પ્રેમીઓ ઝડપાયા - Sandesh
  • Home
  • Bhuj
  • પિૃમ કચ્છમાં ૧૦ દરોડામાં ૪૩ જુગાર પ્રેમીઓ ઝડપાયા

પિૃમ કચ્છમાં ૧૦ દરોડામાં ૪૩ જુગાર પ્રેમીઓ ઝડપાયા

 | 2:00 am IST

પિૃમ કચ્છમાં તહેવારોના દિવસોમાં ઠેર ઠેર પડ મંડાયા હતા. જૂગટું રમતા કુલ ૪૩ જણા પોલીસના હાથમાં આવી ગયા, જ્યારે કેટલાક દરોડામાં આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. કુલ ૧૦ દરોડામાં ૪૩ આરોપીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા. જુગારના કુલ ૧૦ દરોડામાં પોલીસે કુલ રૃ. ૭૬,૯૪૦ તથા રૃ. ૨૨,૯૦૦ના ફોન સહિત કુલ રૃ. ૯૯,૮૪૦નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના બાયઠ ગામની સીમમાં લાલજી મંગલ મહેશ્વરીની વાડીમાં દરોડા દરમ્યાન જયસિંહ ઉર્ફે જયુભા જેઠુભા ભાટી, હરિદાસ દામજી સુરૈયા, રજાક આમદ કાતિયાર, દામજી નારાણ મહેશ્વરી, અલ્તાફ હુશેન આમદ કાતિયાર, આમદા કાસમ રાજા અને હરિ કરશન ગઢવીને રોકડ રૃ. ૧૬,૭૦૦ તથા ૬ ફોન કિ.રૃ. ૭,૦૦૦ સહિત કુલ રૃ. ૨૩,૭૦૦ સાથે ઝડપી પાડયા હતા.

બીજા દરોડા પર નજર કરીએ તો ભુજના આત્મારામ સર્કલ પાસે જથ્થાબંધ માર્કેટમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અનીફ સુલેમાન કકલ, મામદ હુશેન ખારા, જુસબ સિધિક ગગડા, અબ્બાસ ફકીરમામદ સમા, મામદ ગુલામ હુશેન બકાલી, મહમદ રફીક ઈબ્રાહીમ સમા રોકડ રૃ. ૧૪,૩૦૦ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે જાવેદ ઉર્ફે જગો મામદ લાખા, જાવેદ મામદ લાખા અને હાજી ઉર્ફે કાકાડો મંગરિયા નાસી જવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમ્યાન ૪ ફોન સહિત કુલ રૃ. ૨૮,૭૦૦ કબજે કર્યા હતા.

ત્રીજા દરોડા પર નજર કરીએ તો તાલુકાના માધાપર પંકજ નગરમાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા અશ્વિન શિવજી વેકરિયા, વેલજી શિવજી વેકરિયા અને કાંતિ શિવજી વેકરિયાને રોકડ રૃ. ૧૦,૧૫૦ સાથે ઝડપી પાડયા હતા.

ચોથો દરોડો લખપત તાલુકાના લૈયારી ગામે વાયોર પોલીસે પાડયો હતો, જેમાં ઈભલા ડોસલ કોલી, ભીમજી નાનજી સીજુ, અરવિદ નથુ ઝડપાઈ ગયા હતા. જ્યારે દેવા કાયા કોલી નાસી જવામાં સફળ રહ્યો હતો. રોકડ રૃ. ૨,૭૨૦ રેડ દરમ્યાન મળી આવ્યા હતા.

અબડાસા તાલુકાના ગોયલા ગામે વાયોર પોલીસે દરોડો પાડયો હતો, જેમાં બે ઝડપાયા હતા અને પાંચ નાસી છુટયા હતા. રોકડ રૃ. ૮૭૦ રેડ દરમ્યાન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામેથી જુગાર રમતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જામભા જાડેજા, સંજય બાબુ હોથીને રોડક રૃ. ૪,૯૫૦ સાથે ઝડપી પાડયા હતા.

માનકુવા પોલીસે મખણા ગામની સીમમાં ધાણીપાસાથી   જુગાર રમી રહેલા મોહન હીરજી ગરવા, હરેશ હીરજી મહેશ્વરી, રમેશ મનજી ચાવડા અને નરેન્દ્ર થાવર મહેશ્વરીને રોકડ રૃ. ૧૨,૧૫૦ તથા ફોન નંગ ૩, કિં.રૃ. ૧,૫૦૦ સહિત કુલ રૃ. ૧૩,૬૫૦ હસ્તગત કર્યા હતા. અન્ય એક દરોડ સુખપરના ભાણભટ્ટ નગરમાં પડયો હતો, જેમા વંકારામ નરશી ભટ્ટ, કલ્યાણ સુલ્તાન ભટ્ટ, ખેંગાર તાજુરામ ભટ્ટ અને શિવરામ નરશી ભટ્ટને રોકડ રૃ. ૨,૮૯૦ સાથે ઝડપી લીધા હતા.

અન્ય એક દરોડો ઈન્દિરા વાસ સુખપરમાં પાડવામાં આવ્યો હતો, જેમા બાબુ ઈસ્માઈલ કોલી, રમેશ જુમા કોલી અને અનિલ રમેશ કોલીને રોકડ રૃ. ૨,૨૫૦ સાથે ઝડપી પાડયા હતા.

બી ડિવિઝન પોલીસે ભુજ તાલુકાના ભુજોડી ગામે વાછડાદાદાના મંદિરની પાછળ દરોડો પાડયો હતો, જેમા ખીમજી વેલા રબારી, વેરશી બુદ્ધા રબારી, ભચા કરમશી રબારી, રવજી રાણા રબારી, લખમીર મમુ રબારી, વિરમ લાખા રબારી, કૈલાસગિરિ દયાલગિરિ ગોસ્વામી અને રામા વાસંગ રબારીને રોકડ રૃ. ૧૦,૨૬૦ સાથે કબજે કરી કુલ ૧૦ દરોડા દરમ્યાન ૪૩ શખસોને ઝડપી કુલ રૃ. ૯૯,૮૪૦નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.