43 Minister took oath as ministers in Mamata banerjee cabinet
  • Home
  • Election
  • મમતા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા રાજ્ય મંત્રી તરીકે શપથ

મમતા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા રાજ્ય મંત્રી તરીકે શપથ

 | 12:17 pm IST
  • Share

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ સોમવારના પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. સોમવારના સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના 43 નેતાઓને મંત્રી પદના શપથ આપવામાં આવ્યા. 43 સભ્યોવાળા મંત્રીમંડળમાં પૂર્વ નાણામંત્રી અમિત મિત્રા અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી સહિત અનેક નવા ચહેરાઓને તક મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મમતા બેનર્જીની આ ટીમમાં 18 નવા ચહેરા સામેલ છે. આ 43માંથી 9 ધારાસભ્યોએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. અમિત મિત્રા અને બે અન્ય ધારાસભ્યોએ વર્ચુઅલી શપથ લીધા. મિત્રાની તબિયત ઠીક નથી.

રાજભવનમાં રાજ્યપાલ જગદીપ ધનખડે સવારે 10.45 વાગ્યે થ્રોન હૉલમાં આ નવા ધારાસભ્યોને મંત્રી પદના શપથ અપાવ્યા. આ સાથે જ નવી ચૂંટાયલી સરકારની કેબિનેટની પહેલી બેઠક બપોરે 3 વાગ્યે હશે. મમતા બેનર્જીની નવી કેબિનેટમાં અનુભવી સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, ફિરહાદ હકીમ, અરૂપ વિશ્વાસ, સુજીત બોઝ, ચંદ્રિમા ભટ્ટાચાર્ય અને શશિ પાંજાએ મંત્રી તરકી પુનરાગમન કર્યું છે. આ ઉપરાંત માનસ ભુઇયાંને પણ કેબિનેટ ટીમમાં જગ્યા મળી છે. તેઓ રાજ્યસભા સાંસદ હતા અને આ વખતે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ સતત ત્રીજીવાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી તરીકે બુધવારના શપથ લીધા. રાજ્યપાલ જગદીપ ધનખડે કોવિડ-19ના વધતા પ્રકોપની વચ્ચે રાજભવનમાં આયોજિત સાધારણ સમારંભમાં તેમને પદ અને ગોપનીયતાની શપથ અપાવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો