43-scored-of-a-single-over-in-newzealand
  • Home
  • Sports
  • Cricket
  • 1 ઓવરમાં બનેલા રન સાંભળીને તમને લાગશે મોટો ઝાટકો, નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

1 ઓવરમાં બનેલા રન સાંભળીને તમને લાગશે મોટો ઝાટકો, નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

 | 3:05 pm IST

ન્યૂઝીલેન્ડ ઘરેલુ ક્રિકેટમાં બુધવારે એક અજીબો ગરીબ ઘટના બની હતી. જે સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ તે હકીકત છે. મેચ દરમિયાન બેટ્સમેનોએ 1 ઓવરમાં 43 રન ફટકાર્યા હતા. જે કારણે આ એક અલગ જ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટમાં જોય કાર્ટર અને બ્રેટ હેમ્પટ નામના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરતાં વિલિયમ લુડીકની ઓવરમાં તાબડતોડ 43 રન ફટકાર્યા હતા. ધ ફોર્ડ ટ્રોફીની એક મેચસેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને નોર્થન ડ્રિસ્ટ્રીક્ટ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન આ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. નોર્થન ડિસ્ટ્રીક્ટની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે એક સમયે ટીમનો સ્કોર 5 વિકટે 95 રન હતો. 5મી વિકેટ આઉટ થયાની સાથે જ મેદાન પર આવેલા જોય કાર્ટર અને બ્રેટ હમ્પટને સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના બૉલર વિલિયમ લુડીકની બોલિંગને ફટકારી હતી.

બંને બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ રન બનાવતા 6 બૉલમાં 43 રન કર્યા હતા, ઓવરમાં 4, 6+nb,6+nb,6,1,6,6,6 એમ કુલ 43 રન બન્યાં હતા. 1 ઓવરમાં વધીને 6 બોલ જ હોય છે. જેથી ઓવરમાં વધીને 36 રન જ બની શકે છે. પરંતુ આ ઓવરમાં 2 નો-બોલ હોવાને કારણે 2 બોલ વધુ રમવા મળી હતી. અગાઉ આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના નામે હતો, ચિગુમ્બુરાએ 2013માં ઢાકા પ્રીમિયર લીગમાં અલાઉદ્દીન બાબુની 1 ઓવરમાં 39 રન ફટકાર્યા હતા.

આ મેચ નોર્થન ડિસ્ટ્રીક્ટે 25 રને જીતી લીધી હતી, નોર્થન ડિસ્ટ્રીક્ટે 7 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જેમાં હેમ્પટને નોટઆઉટ રહીને 77 બોલમાં ધમાકેદાર 102 અને જૉય કાર્ટરના 95 રનની ઇનિગ્સ રમી હતી. કાર્ટર 5 રનથી પોતાની સદી ચૂક્યો હતો.