444 kg pakistani hulk arbab khizer hayat is looking for love
  • Home
  • Featured
  • PHOTOS: 300 છોકરીઓના માંગા ફગાવીને બેઠો છે આ શખ્સ, જો આવી કન્યા મળે તો જ પરણશે કુંવર

PHOTOS: 300 છોકરીઓના માંગા ફગાવીને બેઠો છે આ શખ્સ, જો આવી કન્યા મળે તો જ પરણશે કુંવર

 | 10:16 am IST

ઘણા લોકો મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન હોય છે. હાલમાં પાકિસ્તાનનો એક શખ્સ ચર્ચામાં છે. 27 વર્ષની ઉંમરનો આ હલ્ક નામથી ઓળખાતો માણસ અરબાબ ખિજર તેની ઉંચાઈ અને વજનના કારણે દુનિયામાં જાણીતો બન્યો છે. તેને બધા ખાન બાબા તરીકે પણ ઓળખે છે. તેનો વજન 444 કિલોગ્રામ છે. પરંતુ આ વજન તેના માટે એક પરેશાની બની ગયું છે. તેને હવે 100 કિલોગ્રામની એક દુલ્હન જોઈએ છે, કે જેથી કરીને તેની જોડી દેખાવમાં સરસ લાગે. પરંતુ તેને આવી છોકરી મળતી નથી.

અરબાબનું કહેવું છે કે, એના પિતાની ઈચ્છા છે કે તે લગ્ન કરી લે. તે એના પૌત્ર-પૌત્રીને જોવા માગે છે. પરંતુ મને મારા લાયક છોકરી જ નથી મળતી. હું છેલ્લા 7 વર્ષથી મારા પ્રેમની તલાશ કરી રહ્યો છું. આ સમયમાં મે 200થી 300 છોકરી જોઈ નાખી પરંતુ બધાનો વજન ઓછો જ પડે છે.

અરબાબના પરિવારની શરત છે કે, દુલ્હનની લંબાઈ 6 ફૂટ 4 ઈંચ હોવી જોઈએ. એ સિવાય છોકરીને સારૂ જમવાનું બનાવતા આવડવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અરબાબ રોજ નાસ્તામાં 36 ઈંડા ખાય છે. એ સિવાય રોજ 4 મુરઘા અને 5 લિટર દુધ પીવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન