૪૫% વધારે ગ્રીનકાર્ડ જારી થશે, બિલ US સંસદમાં રજ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ૪૫% વધારે ગ્રીનકાર્ડ જારી થશે, બિલ US સંસદમાં રજ

૪૫% વધારે ગ્રીનકાર્ડ જારી થશે, બિલ US સંસદમાં રજ

 | 4:25 am IST

વોશિંગ્ટન, તા. ૧૧

અમેરિકામાં એચ૧-બી વિઝા અંગેનો વિવાદ હાલ જ શમ્યો છે ત્યાં ગ્રીન કાર્ડનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં ટ્રમ્પ તંત્ર દ્વારા ગ્રીનકાર્ડ મુદ્દે એક મહત્ત્વનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં મેરિટના આધારે ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ગ્રીનકાર્ડ આપવાની સંખ્યામાં ૪૫ ટકા જેટલો વધારો કરવા માટે પણ દરખાસ્ત મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો અમેરિકા જતાં લોકોને મોટો ફાયદો થશે. ખાસ કરીને પાંચ લાખ ભારતીયોને વધારે ફાયદો થશે જેમણે ગ્રીનકાર્ડ માટે અરજી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકાર દ્વારા એચ૧-બી વિઝા ઉપર ચાલી રહેલા વિવાદનો અંત આણવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, એચ૧-બી નિઝાની એક્સ્ટેન્શન પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તેના કારણે ૭.૫ લાખ ભારતીયોને ફાયદો થયો હતો.

અમેરિકાના સંસદમાં રજૂ થયેલા આ બિલને ટ્રમ્પ તંત્ર દ્વારા પહેલેથી જ સમર્થન આપી દેવાયું હોવાની ચર્ચા છે. હાઉસ હોમલેન્ડ સિક્યોરિટી કમિટી બોર્ડ એન્ડ મેરિટાઈમ સિક્યોરિટી સબકમિટીના ચેરપર્સન માર્થા મેકસ્લી, હાઉસ હોમલેન્ડ સિક્યોરિટી કમિટીના અધ્યક્ષ માઈકલ મેકકોલ, હાઉસ જ્યુડિશિયરી કમિટીના અધ્યક્ષ બોબ ગુડલેટ અને હાઉસ જ્યુડિશિયરી કમિટી ઇમિગ્રેશન એન્ડ બોર્ડર સિક્યોરિટી સબકમિટીના ચેરમેન રાઉળ લેબ્રાડોર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ લોકોની સક્રિયતાનો જોતાં જ ચર્ચા ચાલી છે કે, સરકાર દ્વારા પહેલેથી જ બિલને સમર્થન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમેરિકીએ વિઝા પોલિસીમાં બદલાવનો નિર્ણય જાહેર કર્યો હતો. અમેરિકા વિઝા પોલિસી બદલવાનો હતો. નવી પોલિસી પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીનો પ્રસ્તાવ એ વિદેશી કારીગરોને પોતાના એચ૧બી વિઝા રાખવાથી રોકવાનો હતો. જે લોકોએ ગ્રીનકાર્ડ માટે અરજી કરી છે તેમને આ લાભ નહીં આપવા અંગે વિચારણા ચાલતી હતી.

ઇમિગ્રેશન લેવલમાં ઘટાડો જોવા મળશે 

વિઝા અને ઇમિગ્રેશનના જાણકારોનું માનવું છે કે, ટ્રમ્પ તંત્ર દ્વારા ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામને બંધ કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. હાલમાં અહીંયાં ઇમિગ્રેશન લેવલ ૧૦.૫૦ લાખ છે. ગ્રીનકાર્ડનો સુધારો લાગુ કરવામાં આવશે તો ઇમિગ્રેશનનો આંકડો ઘટીને સીધો જ ૨.૬૦ લાખ થઈ જશે. સામાન્ય રીતે નોકરી માટે જતાં લોકો એચ૧-બી વિઝા દ્વારા અમેરિકામાં રહેતા હોય છે. અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીનકાર્ડ જારી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વિઝાનું સ્ટેટસ બદલવામાં ચોક્કસ પ્રક્રિયા કરવી પડતી હોય છે. ગ્રીનકાર્ડનું પ્રમાણ વધારી દેવામાં આવશે તો આપોઆપ લોકોને કાયદેસરના રહેવાસીનો દરજ્જો મળી જશે. એક અંદાજ પ્રમાણે પાંચ લાખ ભારતીયો દ્વારા ગ્રીનકાર્ડ માટે અરજી કરવામાં આવી છે.

સિક્યોરિંગ અમેરિકાઝ ફ્યૂચર એક્ટ 

અમેરિકી તંત્ર દ્વારા સિક્યોરિંગ અમેરિકાઝ ફ્ચૂચર એક્ટ નામનો ખરડો સંસદમાં મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા યોજાશે. સંસદ દ્વારા આ ખરડો પસાર કરવામાં આવશે તો તેને હસ્તાક્ષર માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે. સૂત્રોના મતે આ ખરડો પણ સરળતાથી પસાર થઈ જાય તેવી શક્યતાઓ છે. જાણકાર અને હોશિયાર વિદેશીઓ અને ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સને આકર્ષવા અને અમેરિકામાં ટકાવી રાખવા માટે આ સુધારો મહત્ત્વનો સાબિત થાય તેમ છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા દર વર્ષે ૧.૨૦ લાખ ગ્રીનકાર્ડ જારી કરવામાં આવે છે. આ સંખ્યામાં ૪૫ ટકા જેટલો વધારો કરવામાં આવે. આ વધારો થશે તો દર વર્ષે ગ્રીનકાર્ડ જારી થવાની સંખ્યા વધીને ૧.૭૫ લાખ થઈ જશે.

ભારત જેવા દેશો સાથે કામ કરવું સારી બાબત : ટ્રમ્પ 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને મુદ્દે પ્રતિબદ્ધતા જાહેર કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ભારત, રશિયા અને ચીન જેવા દેશો સાથે મળીને કામ કરતાં રહેવું ખરાબ નથી પણ સારું છે. હકીકતે તેમણે રશિયા સાથે સંબંધ સુધારવાની વાત કરી છે. આ અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે ભારત જેવા દેશો સાથે સંબંધ વિકસાવવાને મુદ્દે હકારાત્મક વાત કરી હતી. નોર્વેના વડા પ્રધાન સાથે વ્હાઇટ હાઉસમાં સંયુક્ત મંત્રણા પછી ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ શક્તિશાળી સૈન્ય, પ્રચુર પ્રમાણમાં તેલ અને ગેસ જેવી ઊર્જા ઇચ્છે છે. ઉત્તર કોરિયા સાથે સમસ્યા પ્રવર્તી રહી છે પણ તે સમસ્યા મારા સમયમાં નથી સર્જાઈ. આ ઘણાં વર્ષો પહેલાં જ પૂરી થઈ જવી જોઈતી હતી.