તેલંગાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ખીણમાં બસ પડતાં 52ના મોત - Sandesh
  • Home
  • Featured
  • તેલંગાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ખીણમાં બસ પડતાં 52ના મોત

તેલંગાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ખીણમાં બસ પડતાં 52ના મોત

 | 3:20 pm IST

તેલંગાણાના જગતિયાલમાં મંગળવારના રોજ એક મોટી રોડ અકસ્માતમાં 52 લોકોના મોત થઇ ચૂકયા છે. અહીં કોંડાગટ્ટ ઘાટની પાસે રાજ્ય પરિવહન નિગમની બસના પલટતા આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં અંદાજે 20 લોકો ઘાયલ કહેવાય છે. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઇ છે અને બચાવ કામ ચાલુ છે. કહેવાય છે કે બસની બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો.

જગતિયાલના પોલીસ ઓફિસર સિંધુ શર્મા ને આ અકસ્માતમાં 45 લોકોના મોતની પુષ્ટિ કરાઇ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 45 લોકોના મોત થયા છે. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બચાવ કામ ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે તેલંગાણા રસ્તા પરિવહન નિગમ (TSRTC)ની બસમાં અકસ્માતના સમયે કુલ 62 લોકો સવાર હતા. ઘટનાસ્થળ પર જગતિયાલ કલેકટર શરત પણ પહોંચી ગયા છે. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો પહોંચી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે બસ કોંડાગટ્ટના હનુમાન મંદિરથી જગતિયાલ જઇ રહી હતી. રસ્તા પર ઢાળ હતો. આ રસ્તા પર વળાંક લેતા સમયે જ બ્રેક ફેલ થઇ ગઇ અને બસ ખીણમાં પડી ગઇ. એક રિપોર્ટ અનુસાર ખીણમાં બસ પડતાં પહેલાં બસ ચાર વખત પલટી.

મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઘટના પર શોક પ્રકટ કર્યો છે. તેમણે ઘાયલોની શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા આપવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.