Technology: 4G speed internet on your android smartphone
  • Home
  • Technology
  • સ્માર્ટફોનમાં 4G સિમકાર્ડ હોવા છતાં નેટની સ્પિડ નથી, તો આ ટ્રીક કરો ફોલો

સ્માર્ટફોનમાં 4G સિમકાર્ડ હોવા છતાં નેટની સ્પિડ નથી, તો આ ટ્રીક કરો ફોલો

 | 5:18 pm IST

ભારતમાં સ્માર્ટફોન યૂજર્સની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેથી ટેલિકોમ કંપનીઓ પણ એક બીજાની હરિફાઇમાં ગ્રાહકોને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. જેનાથી ગ્રાહકોને હંમેશા ફાયદો થાય છે. ટેલિકોમ કંપનીઓનો ડેટા પ્લાન હોય કે ટેરિફ પ્લાન બધામાં ટેલિકોમ કંપનીઓની હરિફાઇ જોવા મળે છે. તેમજ હવે સારા નેટવર્ક બાબતે દરેક ટેલિકોમ કંપનીઓ સતર્ક રહે છે. બધી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને સારું નેટવર્ક અને કનેક્ટિવિટીની સુવિધા મળે તે માટે વારંવાર ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

સ્માર્ટફોનના સમયમાં દરેક વ્યક્તિને પોતાના ફોનમાં હાઈસ્પીડ ડેટા કનેકશન જ જોઈતું હોય છે. હાઈસ્પીડ માટે યૂઝર્સ 4જી સીમ પર પહેલી પસંદગી ઉતારે છે. પરંતુ ઘણા યૂઝર્સની ફરીયાદ હોય છે કે તેમનું કાર્ડ તો 4જી છે પરંતુ સ્પીડની વાતમાં 2જી જેવું ચાલે છે. એટલે કે હાઈસ્પીડ ડેટા મળતો નથી.

આ સમસ્યા નેટવર્ક ડાઉન હોવાના કારણે પણ થઈ શકે છે, પરંતુ કેટલીક વખત નેટવર્ક બરાબર હોય તેમ છતાં ડેટા સ્પીડ સારી રહેતી નથી. આ તકલીફને યૂઝર્સ સરળતાથી દૂર કરી શકે છે. 4જી સ્પીડનો અનુભવ કરવા માટે ફોનના સેટિંગમાં થોડા ફેરફાર કરવાના હોય છે. જાણો આ ફેરફાર કરવાની ખાસ ટીપ્સ.

– સ્માર્ટફોનના નેટવર્ક સેટિંગ્સમાં જવું અને પ્રેફર્ડ નેટવર્ક તરીકે 2G/3G/4Gને પસંદ કરો અથવા તો પ્રેફર્ડ ટાઈપ ઓફ નેટવર્કને 4G અથવા LTE સિલેક્ટ કરો.

– ત્યારપછી નેટવર્ક સેટિંગ્સમાં જ APN સેટિંગ્સ ચેક કરો. તેમાં ક્લિક કરી અને ડિફોલ્ટ સેટ કરો.

– આ ઉપરાંત ફોનમાં ઉપયોગમાં લેતા બ્રાઉઝરમાં ડેટા સેવિંગ મોડ ઓન રાખવો. તેનાથી પણ ઇન્ટરનેટની સ્પિડ વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન