આ દેશો કરતા પણ ઓછી છે ભારતમાં 4Gની સ્પીડ, જાણો કયા કયા - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • આ દેશો કરતા પણ ઓછી છે ભારતમાં 4Gની સ્પીડ, જાણો કયા કયા

આ દેશો કરતા પણ ઓછી છે ભારતમાં 4Gની સ્પીડ, જાણો કયા કયા

 | 12:27 am IST

વિશ્વમાં ટેક્નોલોજીનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ઇન્ટરનેટની સ્પીડ તમામ દેશોમાં વધી રહી છે. ભારતમાં આજકાલ 4G કનેક્ટિવિટીનો વ્યાપ વધી રહ્યો છે અને આધુનિક ટેક્નોલોજી અપનાવાઈ રહી છે, આમ છતાં ભારતમાં ઇન્ટરનેટ 4Gની સ્પીડ પાકિસ્તાન અને પેરુ જેવા દેશો કરતાં ઘણી ઓછી છે.

જિયોનાં આગમન પછી સ્પર્ધામાં ટકી રહેલી તમામ ટેલિકોમ કંપનીઓ દ્વારા 4Gમાં સુધારાવધારા કરાઈ રહ્યા છે, આમ છતાં તેની સ્પીડમાં જોઈએ તેવો વધારો થયો નથી. એવરેજ સ્પીડ પાકિસ્તાન અને ટયૂનિશિયા કરતાં પણ ઓછી છે અને ઇન્ટરનેટની સ્પીડના સંદર્ભમાં ભારતનો ક્રમ 88મો છે.

4G કવરેજની બાબતમાં ભારતનું સ્થાન 14મું છે
ઓપન સિગ્નલના રિપોર્ટ મુજબ ભારતમાં ડાઉનલોડની સ્પીડ 88 દેશમાં સૌથી ઓછી છે, જોકે 4G કવરેજની બાબતમાં ભારતનું સ્થાન 14મું છે. ઓપન સિગ્નલ મુજબ 6.07mbps ડાઉનલોડ સ્પીડ સાથે ભારત 88 દેશોમાં સૌથી નીચલા ક્રમે છે. 4G સ્પીડના સંદર્ભમાં પાકિસ્તાનની ડાઉનલોડ સ્પીડ 13.56mbps છે એટલે કે ભારત કરતાં લગભગ બમણી છે. ટયૂનિશિયા અને અલ્જિરિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ ભારત કરતાં ઘણી સારી છે.

LTE નેટવર્કની સ્પીડને ધ્યાનમાં લઈને યાદી બનાવાઈ
ઓપન સિગ્નલ મુજબ આ રિપોર્ટ 50 અબજ મેઝરમેન્ટ અને 46 લાખ ટેસ્ટ ડિવાઇસને આધારે તૈયાર કરાયો છે. ઓપન સિગ્નલ દ્વારા સ્પીડને આધારે બનાવેલા 88 દેશની યાદીમાં ભારત સૌથી નીચલા ક્રમે છે, જેમાં LTE નેટવર્કની સ્પીડને ધ્યાનમાં લેવામાં આવી છે. આ ઉપરાંત LTE માટે કેટલું સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું છે અને LTE એડવાન્સ્ડ જેવી નવી 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે. આ નેટવર્ક પર કેટલો લોડ અને તેને કેવી રીતે બનાવાયું છે તે મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા છે.