4G technology on moon, Nokia partnership with Nasa
  • Home
  • Featured
  • Nokia કરશે અદ્ભુત કમાલ! ચંદ્ર પર હાઈ-સ્પીડ 4G નેટવર્ક વિકસિત કરવાની કવાયત શરૂ

Nokia કરશે અદ્ભુત કમાલ! ચંદ્ર પર હાઈ-સ્પીડ 4G નેટવર્ક વિકસિત કરવાની કવાયત શરૂ

 | 9:40 pm IST

ટેલિકોમ્યુનિકેશન કંપની નોકિયા(Nokia)ને ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત કરવા માટે નાસા(NASA)થી એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. એમ મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે. કંપની, ચંદ્ર પર 4G સેલ્યુલર કોમ્યુનિકેશન્સ નેટવર્ક(4G cellular communications network)ના એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા પણ કંપનીએ ચાંદ પર હાઇ-સ્પીડ સેલ્યુલર કનેક્ટિવિટી(High-speed cellular connectivity) સ્થાપિત કરવા રસ દાખવ્યો હતો. પરંતુ હવે NASAએ નોકિયાને આ કામ માટે 14.1 મિલિયન ડોલર આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે નાસાએ ટેક્નોલોજીને ડેવેલપ કરવા માટે 14 નાની કંપનીઓને પાર્ટનર તરીકે પંસદ કરી છે. આ કંપનીઓ આ દાયકાના અંત સુધી ચંદ્ર પર Artemis ઓપરેશન સ્થાપિત કરવામાં મદદ કરશે.

રિપોર્ટ પ્રમાણે નાસા આ પ્રોજેક્ટ માટે લગભગ 370 મિલિયન ડોલરનો ખર્ચ કરી રહી છે અને નોકિયાને ચંદ્ર પર 4G ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસવા માટે 14.1 મિલિયન ડોલર મળી રહ્યા છે. માહિતી પ્રમાણે Nokia of America Corporationને નાસાએ આ મિશન માટે પસંદ કરેલ અમેરિકી કંપનીઓમાં સામેલ કર્યું છે. યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ(United Press International)ના એક રિપોર્ટ અનુસાર, નોકિયા દ્વારા વિકસિત સિસ્ટમ ચંદ્રની સપાટી પર વધુ અંતર, ઝડપી ગતિ અને વધુ સારા સંપર્કને સમર્થન આપી શકશે.

આ વીડિયો પણ જુઓ: હવામાન વિભાગની આગાહી મુજબ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન