5-indias-best-mileage-scooters-in-2018
  • Home
  • Business
  • એક લીટરમાં 60 કિલોમીટરથી વધુ માઈલેજ આપે છે આ 5 સ્કૂટર્સ જાણો તેની કિંમત

એક લીટરમાં 60 કિલોમીટરથી વધુ માઈલેજ આપે છે આ 5 સ્કૂટર્સ જાણો તેની કિંમત

 | 4:01 pm IST

એક સમય હતો જ્યારે સ્કૂટર બહુ ઓછી માઇલેજ આપતા હતા, પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ એન્જીનમાં વધારે માઇલેજ આપે તેવી ટેકનીકમો ઉપયોગ થયો. હાલ માર્કેટમાં ગ્રાહકો પાસે સારા એવા વિકલ્પ છે, તમારી જરૂરિયાત અને કિંમતના આધારે તમે તેને ખરીદી શકો છો. જો તમે થોડા સમયમાં સારૂ સ્કૂટર ખરીદવાની ઈચ્છા રાખો છો આજે અમે તમને જણાવીશુ એવા સ્કૂટર વીશે.

Honda Activa 5G

કિંમત રૂપિયા 53,565થી 55430 સુધી, માઇલેજ 60 kmpl, ભારતમાં સૌથી વધુ વેચાતુ સ્કૂટર એટલે Hondaનું Activa 5G, સેફ્ટી અને સારી વીજીબીલીટીમાટે Activa 5Gમાં ઓટો હેન્ડલેમ્પ ઓન (AHO)ની સુવિધા આપવામાં આવી છે. સાથે સાથે આ સ્કૂટરમાં મોબાઇલ ચાર્જીંગ સોકેટ પણ છે. Activa 5Gમાં BS-IV નોર્મ્સ તેમજ 110ccનું HET, એયર કૂલ્ડ, ફોર સ્ટ્રોક એન્જીન આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: સુઝુકીનું એક્સેસ સ્કૂટર લૉન્ચ, હોન્ડાના એક્ટિવાને આપશે ટક્કર

TVS Jupiter

કિંમત રૂપિયા 51,163થી 57,323 સુધી, માઇલેજ 62 kmpl, TVS Jupiter તેના સેગમેન્ટમાં પોપ્યુલર આ સ્કૂટર છે. BS-IVલ એન્જીનવાળા AHO ફીચર્સથી સજ્જ છે. 110 ccનું એન્જીન છે. 5.88 Kw પાવર અને 8 Nm ટાર્ક આપે છે. એક લીટરમાં આ સ્કૂટર 62 કીલોમીટરની માઇલેજ આપે છે. Honda Activa ટક્કર આપી રહ્યુ છે TVS Jupiter.

Yamaha Fascino

કિંમત રૂપિયા 54,793 શરૂ, માઇલેજ 65kmpl, સ્ટાઈલીઝ હોવાની સાથે સાથે આ સ્કૂટર સારુ પરર્ફોમ કર છે. 113ccનું એન્જીન ધરાવતા 7.0 ps પાવર અને 8.0 nm ટાર્ક આપે છે. એક લીટરમાં 66 માઈલેજનું અંતર કાપે છે.

આ પણ વાંચો: હવે 7 નવા લૂકમાં જોવા મળશે yamahaની આ સ્કૂટર, જુઓ pics

Suzuki Access 125

કિંમત રૂપિયા 55,868, માઇલેજ 65kmpl,125cc સેગ્મેટવાળા આ સ્કૂટરને ખુબ પસંદ કરવામાં આવે છે. તેનો લુક તમામ વર્ગને પસંદ પડી રહ્યો છે. Accessમાં 125ccનું એન્જીન 8.7PS નો પાવર અને 10.2Nm ટોર્કને જનરેટ કરે છે. તેનું એન્જીન ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. એક લીટરમાં આ સ્કૂટર 60 કીલોમીટરની માઇલેજ આપે છે.

Hero Maestro Edge

કિંમત રૂપિયા 49,900, માઇલેજ 65kmpl,110ccના આ એન્જીન ફોર સ્ટ્રોક છે, 8.31bhp પાવર 8.30Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 85 kmph है. સ્પોર્ટી લૂક ધરાવતું Hero Maestro Edge ડિઝિટલ એનોલોગ સ્પીડોમીટર વાળુ છે.