5 most common mistakes that always popular for hair, know the reason
  • Home
  • Fashion & Beauty
  • સફેદ વાળ તોડવા જોઈએ કે નહિ? વાળના આવા કેટલાક મિથકોનો વાંચી લો જવાબ

સફેદ વાળ તોડવા જોઈએ કે નહિ? વાળના આવા કેટલાક મિથકોનો વાંચી લો જવાબ

 | 11:49 am IST

વાળને લઈને અનેક લોકો બહુ જ સજાગ રહે છે. નળા તેમજ પાતળા વાળ ઉપરાંત વાળ સફેદ થવા, હેરફોલ, રુક્ષ વાળથી પણ અનેક લોકો પીડિત હોય છે. આવી સ્થિતિમાં જો વાળની ખોટી સારવાર રાખવામાં આવે, તો વાળને નુકશાન પહોંચે છે. ત્યારે વાળ સાથે જોડાયેલા મિથ્યો વિશે આજે જાણી લો. જેના નામે લોકો ડરાવે છે.

ન તોડો સફેદ વાળ
દાદી અને નાની હંમેશા કહે છે કે, સફેદ વાળ તોડવા ન જોઈએ. કેમ કે, અન્ય વાળ પણ સફેદ થવા લાગે છે. અનેક લોકો સફેદ વાળ તોડે છે. પરંતુ આવું કરવાથી વાળ નબળા પડી જાય છે અથવા તો ઉગવાનું બંધ થઈ જાય છે. વાળની સફેદી પાછળ મેલનિન દ્રવ્ય કારણભૂત હોય છે. મેલનિન તત્ત્વ તેને કાળા બનાવી રાખવાનું કામ કરે છે, તેના ખત્મ થઈ જવાથી અથવા ઓછું થઈ જવાથી વાળ ફરીથી સફેદ થઈ જાય છે. આ સાથે જ વાળના અસમયે સફેદ થવા પાછળ આનુવંશિક કારણ પણ હોય છે.

વધુ શેમ્પૂ એટલે હેરફોલ
તમે હંમેશા લોકો પાસેથી આ વાત સાંભળી હશે કે વધુ શેમ્પુ ન કરવું જોઈએ. તેનાથી હેરફોલ થાય છે. વાળના તૂટવા પાછળ શેમ્પૂ જવાબદાર નથી. હકીકત એ છે કે, ખાણીપીણી અને જળવાયુ ઉપરાંત ધૂળમાટીથી પણ વાળને નુકશાન થાય છે. રોજ બહાર જનારા લોકોને રોજ શેમ્પૂ કરવાની જરૂર પડે છે. તેથી કોઈ માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો.

વધુ ઓઈલિંગથી બચો
તેલનું વાળના સ્વાસ્થ્ય કે તેના ગ્રોથ સાથે કોઈ લેવાદેવા નથી. તેલ માત્ર વાળને બહારથી મુલાયમ અને સ્કૈલ્પમાં નરમાશ બનાવી રાખે છે. તેથી એક રાત પહેલા કે માત્ર 20 મિનીટ પહેલા જ તેલ લગાવવું પૂરતું છે. તેનાથી વિપરીત જો લાંબા સમયથી તેલ લગાવીને રાખવાથી વાળ વધુ નરમ થાય છે અને વધુ તૂટે છે.