રંઘોળા અકસ્માતમાં મૃતક પાંચ વ્યક્તિનું ચક્ષુદાન, એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ - Sandesh
  • Home
  • Bhavnagar
  • રંઘોળા અકસ્માતમાં મૃતક પાંચ વ્યક્તિનું ચક્ષુદાન, એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ

રંઘોળા અકસ્માતમાં મૃતક પાંચ વ્યક્તિનું ચક્ષુદાન, એક જ પરિવારના ત્રણ સભ્યો સામેલ

 | 8:14 pm IST

રંઘોળા ગામે પાસે આજે મંગળવારે ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં આશરે ૩૧ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલ પાંચ વ્યક્તિનાં પરિવારજનોએ દુઃખદ પરિસ્થિતિમાં ચક્ષુદાન માટે મંજૂરી આપી માનવતાનંુ કામ કરી અંધજનોને રોશની માટે ઉમદા કાર્ય કર્યું છે. એક જ પરિવારના ત્રણ વ્યકિતનંુ ચક્ષુદાન કરવામાં આવ્યું છે, જેમાં સ્વ. દિનેશભાઈ રવજીભાઈ પરમાર (ઉ.૪૦ રહે. તળાજા), સ્વ. જસુબહેન દિનેશભાઈ પરમાર (ઉ.૩૭) અને પુત્રી સ્વ. વર્ષાબહેન પરમાર (ઉ.૧૬)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વ. વસંતબહેન મનસુખભાઈ (ઉ.૪પ રહે. સીદસર) અને સ્વ. પૂજાબહેન હિંમતભાઈ મકવાણા (ઉ.૧૮ રહે. સિહોર) વગેરેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ગોજારા અકસ્માતમાં આશરે ૩૧ વ્યકિતના મોત નિપજયા હતા, જયારે આશરે ર૯ લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેના પગલે લોહીની અછત ઉભી થતા રકતદાતાઓને તત્કાલ રકતદાન કરવા બોલાવવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયા પર રકતની જરૃર હોવાના મેસેજ વાયરલ થતા આ હાકલ સાંભળી રકતદાતાઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. સાંજ સુધીમાં આશરે ૩૬૦ લોકોએ રકતદાન કર્યુ હોવાનું જાણવા મળેલ છે. ઈજાગ્રસ્તો માટે રકતદાન કરી ભાવેણાવાસીઓએ માનવતા દાખવી રંગ રાખ્યો હતો.અત્રે નોંધનીય છે કે, રક્તદાન અને દેહદાનમાં ભાવનગર દેશભરમાં મોખરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન