ATMમાંથી કેશ કેવી રીતે થઇ ગાયબ? આ કારણે દેશમાં ફરીથી આવી નોટબંધીની સમસ્યા - Sandesh
  • Home
  • Business
  • ATMમાંથી કેશ કેવી રીતે થઇ ગાયબ? આ કારણે દેશમાં ફરીથી આવી નોટબંધીની સમસ્યા

ATMમાંથી કેશ કેવી રીતે થઇ ગાયબ? આ કારણે દેશમાં ફરીથી આવી નોટબંધીની સમસ્યા

 | 12:39 pm IST

દેશમાં એકવાર ફરીથી નોટબંધી જેવો માહોલ ઉભો થયો છે. એકવાર ફરીથી ATM અને બેંકોમાં રોકડ નીકળવા માટે લાઈન લાગવા લાગી છે. સૌથી વધારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ગુજરાત સહીત બીજા ઘણા રાજ્યોમાં બેંકો અને ATMમાં કેશ ઉપલબ્ધ નથી.

સરકાર અને ભારતીય રીઝર્વ બેંકે આ બાબત પર ઘણા કારણો ગણાવ્યા છે. આ સાથે સરકારે જણાવ્યું કે ટૂંક સમયમાં હાલાત સામાન્ય થઇ જશે. ATMથી કેશ ગાયબ થવા પાછળ લોકોના રોકડ સંગ્રહ કરવા સહીત બીજા ઘણા કારણ બનાવ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…

તહેવારોની સીઝન: સરકારી સુત્રોનું કહેવું છે કે રાજ્યોમાં બૈસાખી, બિહુ અબે નવા વર્ષ જેવા તહેવારો હોવાના કારણે લોકોને વધારે રોકડની જરૂરત પડે છે. આ કારણે સમભાવ છે કે લોકોને વધારે રોકડ બેંક ખતા માંથી નીકળી હશે.

હાલાંકી અફરા-તફરી નાં થાય તે માટે નાણા મંત્રાલયે તાત્કાલિક RBIના અધિકારીઓ સાથે બેઠક કરી છે. સુત્રોના અનુસાર, નાણા મંત્રાલયના અધિકારીઓએ વિભિન્ન રાજ્યોમાં અધિકારીઓ અને બેંકના પ્રમુખો સાથે વાતચીત પર કરી છે.

જરૂરતથી વધારે નીકળવામાં આવતો રોકડના કારણે પણ અછત જોવા મળે છે. RBIના સુત્રોનું કહેવું છે કે અસમ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્નાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા બીજા ઘણા રાજ્યોમાં જરૂરતથી વધારે રોકડ નીકાળવાના કારણે આ સંકટ ઉભું થયું છે.

RBIના સુત્રોનું કહેવું છે કે રોકડની ઉપલબ્ધીમાં એવા ઉતર-ચઢાવ આવતા રહે છે. જેમકે જો કોઈ રાજ્યમાં ડીમાંડ વધી જાય છે તો બીજા રાજ્યમાં આપૂર્તિ પર થોડો અંકૂશ લગાવવામાં આવે છે. ઉદાહરણ માટે અસમમાં શનિવારે બિહુનો ત્યોહાર હોવાના કારણે રોકડની માંગ ઘણી વધી ગઈ હતી. એટલે બીજા કોઈ રાજ્યોમાં આપૂર્તિમાં કાપ મુકવામાં આવે છે.

નોટબંધી દરમિયાન 2000 અને 500 રૂપિયાની નવી નોટ પછી 200 અને 50 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. આ મનોટ મળવાની શરૂ તો થઇ ગઈ હતી, પરંતુ ખુબ ઓછી સંખ્યામાં મળતી હતી. હાલાંકી જ્યારે પણ નવી નોટ આવે છે તો લોકો તેને ખર્ચ કરવાની જગ્યા એ સાંભળીને રાખી મુકે છે. 200 અને 50 રૂપિયાની નોટને પણ લોકો આવું જ કરી રહ્યા હતા.

આ સિવાય કર્નાટકમાં ચૂંટણી આવવાની હતી, તે માટે ત્યાં પર રોકડની માંગ ખુબ વધી ગઈ હતી. પાકના સમયે ખેડૂતો દ્વારા પણ રોકડની લેવળ-દેવળ વધી ગઈ હતી.