આ 5 નિયમનું પાલન કરનાર ક્યારેય નથી થતાં દુ:ખી - Sandesh
NIFTY 10,691.40 -9.05  |  SENSEX 34,761.80 +-9.25  |  USD 64.0675 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ 5 નિયમનું પાલન કરનાર ક્યારેય નથી થતાં દુ:ખી

આ 5 નિયમનું પાલન કરનાર ક્યારેય નથી થતાં દુ:ખી

 | 4:24 pm IST

મહાભારતમાં વિદુરે અનેક નીતિ વિશે જાણકારી આપી છે. તેમની નીતિ દરેક કાળમાં મનુષ્યને સુખમય જીવન જીવવા માટે ઉપયોગી થઈ શકે છે. વિદુર નીતિ તેની આ ઉપયોગીતાના કારણે ખૂબ પ્રચલિત થઈ છે. જો આ નીતિનું અનુકરણ વર્તમાન સમયમાં કરવામાં આવે તો જીવનની ખરાબ સ્થિતીને પણ બદલી શકાય છે. દુ:ખના દિવસો દૂર થાય છે અને જીવન સુખમય રીતે પસાર થાય છે. તો ચાલો જાણો વિદુર નીતિની કઈ મહત્વની વાતો છે જેના અનુકરણથી વ્યક્તિ જીવનની દશા બદલી શકે છે.

નિરોગી કાયા
નિરોગી કાયા એટલે કે સ્વસ્થ રહેતી વ્યક્તિનું તન તો સ્ફુર્તિભર્યું હોય જે છે પરંતુ તેની સાથે તેનું મન પણ પ્રફુલ્લિત રહે છે. જો વ્યક્તિ સ્વસ્થ ન હોય અને વારંવાર બીમાર પડે તો તે કોઈપણ કામ સારી રીતે નથી કરી શકતી અને આવી સ્થિતીમાં તેને ધન હાનિ અને અન્ય સમસ્યાઓ સહન કરવી પડે છે.

કરજ ન કરવું
માણસને પોતાની આવક અનુસાર દરેક ઈચ્છાને સંતોષવા માટે સંઘર્ષ કરવો જોઈએ. કોઈપાસેથી વસ્તુ કે ધન ઉધાર લઈ અને કોઈપણ કામ ન કરવું જોઈએ. કારણ કે કરજ વ્યક્તિ ડુબાડી દે છે. કરજ કરીને કોઈપણ પ્રકારની સુખ-સવિધાઓ મેળવો તેનો કોઈ અર્થ રહેતો નથી. કરજની રકમ ચુકવવા માટે વ્યક્તિ પોતે તો ડૂબે જ છે પરંતુ સાથે તે પોતાના પરિવારને પણ ડૂબાડી દે છે. ઉધારના નાણાથી ક્યારેય પણ સુખ પ્રાપ્ત થતું નથી.

સંસ્કારી લોકોનો સંગ
જે માણસ વિદ્વાન અને સંસ્કારી માણસની મિત્રતા રાખે છે તેની સાથે સમય પસાર કરે છે તે સુખી હોય છે. ખરાબ લોકોની સંગતથી સમસ્યાઓ જ મળે છે. જ્યારે સારા લોકો સાથે સંબંધ રાખવાથી તેમની સંગતિની અસર તે વ્યક્તિને પણ સમૃદ્ધ બનાવે છે. સંસ્કારોની સમૃદ્ધિ જીવનભર કામ આવે છે. એટલા માટે જ મિત્રતા એવા વ્યક્તિની જ કરવી જે સંસ્કારી હોય.

કોઈપણ ભાર ન બનો
જે માણસ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય પર નિર્ભર રહે છે તે પણ ક્યારેય સુખી થતા નથી. જો સુખી થવું હોય તો આપબળે આગળ આવવું. પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન જાત મહેનતે ચલાવવું. જે લોકો પોતાની મહેનતની કમાણીથી સંસાર ચલાવે છે તે દુનિયામાં સૌથી વધારે સુખી વ્યક્તિ બને છે.

નીડર બનો
હંમેશા સત્યનો સાથ આપવો જેથી જીવનમાં ક્યારેય ખોટું કામ કરવું ન પડે કે ન તો ખોટું બોલવું પડે. ખોટું ન બોલવાના કારણે તમારે ક્યારેય કોઈથી ડરવું નહીં પડે. જે વ્યક્તિ ડરતી નથી તે જ પોતાના જીવનનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકે છે. તેથી નીડર બની અને જીવન જીવવું જોઈએ.