આ 5 સરળ કાર્ય રોજ કરવાથી જીવનમાં ભોગવશો અઢળક સુખ-સમૃદ્ધિ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આ 5 સરળ કાર્ય રોજ કરવાથી જીવનમાં ભોગવશો અઢળક સુખ-સમૃદ્ધિ

આ 5 સરળ કાર્ય રોજ કરવાથી જીવનમાં ભોગવશો અઢળક સુખ-સમૃદ્ધિ

 | 5:14 pm IST

જીવનમાં દરેક વ્યક્તિએ સુખ અને દુ:ખ બંને ભોગવવા જ પડે છે. તેનું મુખ્ય કારણ છે કર્મનો સિદ્ધાંત. જી હાં વ્યક્તિ જે પ્રકારના કર્મ કરે છે તેના ફળ સ્વરૂપ તેના જીવનમાં સુખ અને દુ:ખનો સમય આવે છે. એટલે જ તો કહેવાયું છે કે વ્યક્તિએ સુખના સમયમાં ક્યારેય છકી ન જવું અને ધર્મનું આચરણ ન છોડવું. ધર્મનું આચરણ કરી પરંપરા અને શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમોનું પાલન કરનાર સુખ પ્રાપ્ત કરે છે. આ સત્કર્મો તેના દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલી દે છે. તો ચાલો આજે તમે પણ જાણી લો આ 5 કામ વિશે જેને કરવાથી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે.

વિષ્ણુ પૂજા
સૌથી પહેલું અને અતિમહત્વનું કાર્ય છે ભગવાન વિષ્ણુની પૂજા. ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે. શ્રીહરી ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિના સ્વામી છે. તેમની આરાધનાથી જ સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકાય છે. શ્રીહરીની પૂજા કરવાથી જ વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષને પામે છે.

એકાદશી
એકાદશીનું વ્રત કરનાર જીવનમાં બધા જ સુખ પામે છે. દરેક માસમાં બે અગિયારસ આવે છે. આ બંને દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત આ વ્રત કરવું જોઈએ. શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે આ વ્રત કરનારના જીવનમાં સુખ-શાંતિ સદા માટે સ્થાપિત થાય છે.

શ્રીમદ્ ભગવત્ ગીતાનો પાઠ
ગીતાજીના અઢાર અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણનો જ્ઞાનસ્વરૂપે વાસ છે. જે લોકો પોતાના ઘરમાં નિયમિત રીતે ગીતાજીનું પઠન કરે છે તેના પર ભગવાનની કૃપા સદા રહે છે. ગીતાજીનો પાઠ કરી જ્યારે પણ કોઈ નવા કામની શરૂઆત કરવામાં આવે તો તેમાં સફળતા અચૂક મળે છે.

તુલસીજીનું જતન
દરેક ઘરમાં તુલસીજીનો છોડ તો જોવા મળે જ છે. પરંતુ ઘરમાં તુસલીનો છોડ રાખી દેવો તે પૂરતું નથી. તુલસીજીનું જતન કરવું પણ જરૂરી છે. તુલસીજીની નિયમિત પૂજા કરવી અને સંધ્યા સમયે તેમની સમક્ષ ઘીનો દીવો કરવો પણ જરૂરી છે. તુલસીજીનો છોડ બેદરકારીના કારણે સુકાઈ ન જાય તે વાતનું ખ્યાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસીજીની નિયમિત રીતે પૂજા કરવાથી દેવીદેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયની સેવા
ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. ગાયની સેવા કરવાથી ભગવાનની સેવા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દિવસની શરૂઆત ગાયની પૂજા કરીને કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ઉપરાંત ઘરમાં બનતી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવાથી ભાગ્યોદય થાય છે.