5 states assembly election result live update including bengal
  • Home
  • Election
  • Election Result 2021 LIVE: બંગાળમાં મમતાએ કરી ‘હેટ્રિક’, BJP 100 બેઠકો પર પણ ના જમાવી શકી કબજો

Election Result 2021 LIVE: બંગાળમાં મમતાએ કરી ‘હેટ્રિક’, BJP 100 બેઠકો પર પણ ના જમાવી શકી કબજો

 | 7:38 am IST
  • Share

5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, આસામ, પોન્ડિચેરી, તમિલનાડુ અને કેરળમાં કોરોના સંકટની વચ્ચે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. હવે દરેકની નજર પરિણામો પર છે. ખાસ વાત એ છે કે આમાંથી કોઈ પણ રાજ્ય હિન્દીભાષી નથી. આવામાં આજના દિવસે કોની કિસ્મત ચમકે છે અને કોણ સત્તા મેળવે છે તેના પર સૌની નજર છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પોન્ડિચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં થયેલા વોટિંગ માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી 2021ની પળેપળની અપટેડ માટે જોડાયેલા રહો અમારી સાથે

  • બંગાળના નંદીગ્રામમાં મમતા બેનર્જી માટે એકવાર ફરી મુશ્કેલી વધી છે. બીજેપીના શુભેંદુ અધિકારી લગભગ 4 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે.
  • તમિલનાડુથી મળતા તાજા રૂઝાનો પ્રમાણે બીડેપી 84, કૉંગ્રેસ અને સહયોગી 149 અને અન્ય 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે.
  • બંગાળ ચૂંટણીના ચૂંટણી પંચે જાહેર કર્યા વોટ શેર, ચૂંટણી પંચે બંગાળમાં થયેલી ચૂંટણી બાદ વોટ શેર જાહેર કર્યા છે. આમાં બીજેપીને 37.4 પર્સેન્ટ અને ટીએમસીને 48.55 ટકા વોટ શેર બતાવવામાં આવ્યા છે.
  • બંગાળ ચૂંટણી રૂઝાનોથી પરેશાન બીજેપીને આસામમાં રાહત મળતી જોવા મળી રહી છે. અહીં 126 સીટોના રૂઝાન આવી ગયા છે. આમાં એનડીએને 81 અને યૂપીએને 45 સીટો પર સરસાઈ મળી રહી છે. આ હિસાબે બીજેપીની આગેવાનીમાં અહીં ફરીથી સરકાર બનવાની સંપૂર્ણ શક્યતા છે. બંગાળથી આવી રહેલા ચૂંટણી રૂઝાન બતાવી રહ્યા છે કે ટીએમસી 207 સીટો પર આગળ છે, બીજેપી 81 પર અટકી ગઈ છે. તો કૉંગ્રેસ અને સહયોગી 2 સીટો પર તેમજ અન્ય 2 પર છે.

  • પોન્ડિચેરીની 30 સીટોમાંથી બીજેપી તેમજ સહયોગીઓ 13 સીટો પર આગળ ચાલી રહ્યા છે અને સહયોગી ડીએમકે 12 સીટ પર આગળ છે. અન્ય 4 સીટો પર આગળ છે.
  • બંગાળ ચૂંટણીના રૂઝાન આવ્યા બાદ પહેલીવાર મમતા બેનર્જી નંદીગ્રામમાં બીજેપીના શુભેંદુ અધિકારીથી ફક્ત 1500 વોટ આગળ નીકળી છે.
  • ઝૂમી ઉઠ્યા ટીએમસીના કાર્યકરો. બંગાળ ચૂંટણીના રૂઝાનોમાં ટીએમસીને 200થી વધારે સીટો મળતી જોઇને કોલકાતાના કાલીઘાટમાં ટીએમસી સમર્થકોએ નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી.

  • આસામ મતગણતરીથી આવનારા રૂઝાનોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ત્યાં બીજેપીની આગેવાનીવાળી એનડીએને 80 સીટો પર જીત મળી શકે છે. 126 સીટોની વિધાનસભામાં આ પૂર્ણ બહુમતની સ્થિતિ હશે. યૂપીએને ફક્ત 44 અને અન્યને 2 સીટો મળવાની સંભાવના છે.
  • બંગાળના તાજા રૂઝાન હવે બીજેપીને વધારે નીચે જતી બતાવી રહ્યા છે. ટીએમસીને 206 સીટો પર સરસાઈ બનાવતી જોવા મળી રહી છે, તો બીજેપી 83 સીટો પર સમેટાતી જોવા મળી રહી છે. કૉંગ્રેસને ફક્ત 1 સીટ પર સરસાઈ મળી રહી છે.

  • બંગાળ ચૂંટણીથી મળનારા રૂઝાન જણાવી રહ્યા છે કે ટીએમસી 200નો આંકડો સ્પર્શવાની છે, તો બીજેપી 100 સુધી નથી પહોંચી શકી રહી. ચૂંટણીથી પહેલા અમિત શાહે 200 પાર કરવાનું નિવેદન આપ્યું હતુ, પરંતુ હવે મીડિયાની સામે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય 100 સુધી પહોંચવા મોટી ઉપલબ્ધિ જણાવી રહ્યા છે.
  • ડીએમકેના સમર્થકોમાં આંનદો. તમિલનાડુના રૂઝાન જણાવે છે કે ડીએમકે 132 સીટો પર જીતી રહી છે. ત્યારબાદ ડીએમકે સમર્થકો ચેન્નઈમાં પાર્ટી કાર્યાલયની સામે નાચતા જોવા મળ્યા.

  • બંગાળમાં ટીએમસી જીતની હેટ્રિક મારતી જોવા મળી રહી છે, જ્યારે બીજેપી 100ની નજીક છે. બીજેપી 100ની આસપાસ અને ટીએમસી 180ની આસપાસ સીટો પર આગળ છે. રૂઝાનોમાં ટીએમસી એકવાર ફરી સત્તામાં આવતી જોવા મળી રહી છે.
  • તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોઇમ્બતુર દક્ષિણ વિધાન સભા સીટથી મક્કલ નિધિ મૈયમ પાર્ટી ચીફ અને જાણીતા અભિનેતા કમલ હાસન આગળ ચાલી રહ્યા છે.
  • તમિલનાડુથી મળી રહેલા રૂઝાનો બતાવી રહ્યા છે કે અહીં કૉંગ્રેસ તેમજ સહયોગી DMK 134 સીટો પર અને બીજેપી અને AIDMK 99 સીટો પર આગળ ચાલી રહ્યા છે. અન્ય 1 સીટ પર આગળ છે.
  • કેરળમાં બીજેપી ઉમેદવાર મેટ્રોમેન ઈ. શ્રીધનર પલક્કડ વિધાનસભા ક્ષેત્રમાં 2,000થી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.
  • બંગાળમાં નંદીગ્રામથી ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના સુભેંદુ અધિકારીથી 8 હજાર વોટ પાછળ ચાલી રહ્યા છે.
  • બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા રૂઝાનો પ્રમાણે ટોલીગંજથી બીજેપીના બાબુલ સુપ્રિયો ટીએમસીના અરૂપ બિસ્વાસથી પાછાળ જતા રહે છે.

  • આસામની વિધાનસભા 126 વિધાનસભા સીટોના તાજા રૂઝાને પ્રમાણે બીજેપીની આગેવાનીવાળી એનડીએને બહમુતી મળી ચુકી છે. તેના ઉમેદવાર 70 સીટો પર આગળ છે. તો કૉંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ 39 અને અન્ય 2 પર આગળ ચાલી રહ્યા છે.
  • બંગાળમાં તમામ સીટોનો રૂઝાન મળી ગયા છે. ટીએમસી 171 સીટો પર સૌથી આગળ છે, બીજેપી 115 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે કૉંગ્રેસ તેમજ લેફ્ટનું ગઠબંધન ફક્ત 6 સીટો આગળ છે.
  • બંગાળ વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના રૂઝાનો પ્રમાણે ટીએમસી 165 સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપી અત્યારે 115 સીટો પર આગળ છે. કૉંગ્રેસને ફક્ત 6 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે.
  • નંદીગ્રામથી સામે આવી રહેલા રૂઝાન ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી માટે સારા નથી. બીજી તબક્કાની મતગણતરીમાં તેઓ શુંભેંદુ અધિકારીથી 7 હજારથી વધારે વોટોથી પાછળ જતા જોવા મળી રહ્યા છે.

  • આસામના તાજા રૂઝાનો પ્રમાણે બીજેપીને 50 સીટો પર, કૉંગ્રેસને 25 સીટો અને અન્યને 4 સીટો પર સરસાઈ મળતી જોવા મળી રહી છે.
  • તમિલનાડુમાં 234 માંથી 199 સીટોના રૂઝાન આવી ગયા છે. આમાં બીજેપી અને સહયોગી 83 સીટો પર અને કૉંગ્રેસ સહયોગી 114 સીટો પર આગળ છે.
  • આસામના તાજા રૂઝાનો પ્રમાણે બીજેપીને 50 સીટો પર, કૉંગ્રેસને 25 સીટો અને અન્યને 4 સીટો પર સરસાઈ મળતી જોવા મળી રહી છે.
  • તમિલનાડુમાં 234 માંથી 199 સીટોના રૂઝાન આવી ગયા છે. આમાં બીજેપી અને સહયોગી 83 સીટો પર અને કૉંગ્રેસ સહયોગી 114 સીટો પર આગળ છે.
  • બંગાળમાં અત્યાર સુધીના રૂઝાનોમાં 292માંથી 257 સીટોના રૂઝાન આવી ગયા છે. આ પ્રમાણે ટીએમસીને 145 સીટો પર સરસાઈ મળી છે, તો બીજેપી 110 સીટો પર આગળ છે. કૉંગ્રેસ 6 પર આગળ છે.
  • તમિલનાડુના તાજા રૂઝાનોમાં બીજેપી 64, કૉંગ્રેસ 84 અને અન્ય 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે. ડીએમકે ઉમેદવાર ઉદયનિધિ સ્ટાલિન ચેન્નાઈની ક્વીન મેરી કૉલેજમાં મતગણતરી પ્રક્રિયા જોવા પહોંચ્યા.
  • બંગાળમાં ટીએમસી 133 સીટો પર અને બીજેપી 109 સીટો પર આગળ.
  • પોન્ડિચેરીમાં કૉંગ્રેસ પાછળ. તાજા રૂઝાનોમાં બીજેપી 9 અને કૉંગ્રેસ 5 જગ્યાએ આગળ ચાલી રહી છે.
  • આસામમાં તાજા રૂઝાનોમાં બીજેપી 44, કૉંગ્રેસ 22 અને અન્ય 2 સીટો પર આગળ ચાલી રહ્યા છે
  • ટીએમસી ઉમેદવારો બંગાળમાં 106 સીટો પર આગળ ચાલી રહ્યા છે. તો બીજેપીના ઉમેદવારોએ પણ 100નો આંકડો પાર કરી લીધો છે. કૉંગ્રેસની સ્થિતિ બદલાઈ છે, હવે તેના 6 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
  • કૉંગ્રેસના પાનીહાટી (ઉત્તરીય 24 પરગણા)ના ઉમેદવાર તપસ મજૂમદારના કાઉન્ટિંગ એજન્ટ ગોપાલ સોમ મતગણના કેન્દ્ર પર બેભાન થઈ ગયા. તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

  • આસામની 35 સીટો પર બીજેપીની આગેવાનીવાળી એનડીએ 22 સીટો પર આગળ છે. તો કૉંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ 12 સીટો પર આગળ છે. અન્ય ઉમેદવારો 4 સીટો પર આગળ છે.
  • બંગાળના ચૂંટણી રણમેદાનમાં ટીએમસી આગળ ચાલી રહી છે. 71 સીટો પર ટીએમસી આગળ છે, તો બીજેપી 66 સીટો પર આગળ છે. કૉંગ્રેસ ફક્ત 3 સીટો પર આગળ છે.

  • નંદીગ્રામમાં મમતા બેનર્જીથી સુવેંદુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. બંગાળમાં ટીએમસી 65, બીજેપી 60 અને કૉંગ્રેસ 2 સીટો પર આગળ ચાલી રહી છે.
  • આસામની 126 સીટોમાં 12 સીટો પર બીજેપી અને કૉંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહ્યા છે.
  • તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના તાજા રૂઝાનોમાં બીજેપી 4 અને કૉંગ્રેસ 17 સીટો પર આગળ ચાલી રહી છે.
  • કેરળમાં 61 સીટોના રૂઝાનોમાં એલડીએફ 36 સીટો પર, યૂડીએફ 24 સીટો પર, બીજેપી તેમજ સહયોગી ફક્ત 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે.
  • બંગાળમાં 66 સીટોના રૂઝાન મળ્યા છે. આમાં પહેલીવાર બીજેપી 33 સીટ પર ટીએમસીથી આગળ થઈ ગઈ છે. ટીએમસી 32 સીટો પર આગળ છે.
  • બંગાળમાં ત્રણ સીટો પર બીજેપી આગળ.શરૂઆતના વલણોમાં ટીએમસી 6, બીજેપી ત્રણ પર આગળ.
  • બંગાળમાં ત્રણ સીટો પર બીજેપી આગળ.
  • શરૂઆતના વલણોમાં ટીએમસી 6, બીજેપી ત્રણ પર આગળ.

  • પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પોન્ડિચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં થયેલા વોટિંગ માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી 2021ની પળેપળની અપટેડ માટે જોડાયેલા રહો અમારી સાથે

  • મતગણના દિવસને લઇને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો પ્રમાણે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટની સાથે લાવ્યા વગર કોઈ પણ ઉમેદવાર અથવા એજન્ટને મતગણના રૂમમાં પ્રવેશની પરવાનગી નહીં હોય. ચૂંટણી પંચે કહ્યું કે, કોઈ પણ માન્ય લેબનો રિપોર્ટ સ્વીકાર્ય હશે.
  • ચૂંટણી પંચે 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોન્ડિચેરીમાં મતગણના માટે 822 ચૂંટણી અધિકારીઓ અને 7,000થી વધારે મદદનીશ ચૂંટણી અધિકારીઓને નિમ્યા છે. લગભગ 95 હજાર મતગણના અધિકારી મતગણનાનું કામ કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો