$5 trillion to be injected into the global economy by G20 countries
  • Home
  • Corona live
  • કોરોનાથી દુનિયાને બચાવવા માટે G-20 દેશોએ ખોલ્યો ખજાનો, બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

કોરોનાથી દુનિયાને બચાવવા માટે G-20 દેશોએ ખોલ્યો ખજાનો, બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

 | 10:02 pm IST

સાઉદી અરબની અધ્યક્ષતામાં થઈ રહેલી G-20 દેશોની વર્ચુઅલ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસને પહોંચી વળવા માટે અને આના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનમાં મદદ માટે 5 ટ્રિલિયન ડૉલર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દુનિયાનાં 19 દેશો અને યૂરોપીય સંઘનાં લીડર્સની આ બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી જેવામાં ભારતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.

5 ટ્રિલિયન ડૉલર્સ ગ્લોબલ ઇકોનોમીમાં લગાવવાનો નિર્ણય

અત્યાર સુધી દુનિયામાં કોરોના વાયરસનાં કારણે 22 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. આ વર્ચુઅલ બેઠક દરમિયાન લીડર્સે કહ્યું કે, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ કોરોના વાયરસની મહામારીથી બહાર આવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે. તેમણે કહ્યું કે, સ્વાસ્થ્ય, સમાજ અને અર્થવ્યવસ્થા પર થનારી આની અસરને પહોંચી વળવું પ્રાથમિકતા છે. અર્થવ્યવસ્થાની સુરક્ષા કરવા માટે 5 ટ્રિલિયન ડૉલર્સ ગ્લોબલ ઇકોનોમીમાં લગાવવાનો નિર્ણય કર્યો છે.

વાયરસ ક્યાંથી પેદા થયો તેને લઇને કોઈ ચર્ચા કરવામાં આવી નહીં

લીડર્સ હેલ્થ અને મહામારીનાં ફેલવાનાં ડેટા શેર કરશે, જેનાથી દુનિયાભરમાં હેલ્થ સિસ્ટમમાં સુધારો થઈ શકે અને મેડિકલ સપ્લાય તેમજ ઉત્પાદનની ક્ષમતાને વધારી શકાય. વાયરસ ક્યાંથી પેદા થયો તેને લઇને કોઈ ચર્ચા કરવામાં આવી નહીં. એ વાત પર ચર્ચા કરવામાં આવી કે વર્તમાન મુશ્કેલીને કેવી રીતે પહોંચી વળવું. વાયરસનાં ફેલાવા પર કોઈનાં પર આરોપ લગાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નહીં.

ઉલ્લેખનીય છે ચીનને આ વાત માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે કે આ ઘાતક વાયરસ તેના ત્યાંથી નીકળ્યો છે. આ વર્ચુઅલ મીટિંગ ગત અઠવાડિયે સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન અને પીએમ મોદીની વચ્ચે ફોન પર વાત થયા બાદ થઈ રહી છે.

આ વિડીયો પણ જુઓ: ગાંધીનગર મનપાના મેડિકલ ઓફિસર હોમ ક્વોરન્ટાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન