NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જામનગરમાં આ 5 વર્ષ બાળકીએ કરી મતદાન માટે અપીલ

જામનગરમાં આ 5 વર્ષ બાળકીએ કરી મતદાન માટે અપીલ

 | 6:14 pm IST

આગામી વિધાનસભાની ચૂંટણીમાં જામનગર અને સમગ્ર ગુજરાતને મતદાન કરવા જામનગરમાં 5 વર્ષની બાળકીએ અનોખી રીતે અપીલ કરી છે. સાથે એક કોલેજના વિધાર્થીઓ દ્વારા પણ રેલી કાઢી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો છે.

મતદાન એ લોકશાહીને જીવંત રાખવાનું બ્રહ્મસ્ત્ર છે. છતાં ભારતમાં ક્યારેય 100 ટકા મતદાન થયું નથી. દરેક ચૂંટણી પર્વમા મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં છે. આ વખતે મતદાન જાગૃતિના પ્રયાસો અસરકારક લાગી રહ્યા છે કારણકે આ વખતે તંત્રીની સાથે પ્રજા પણ મતદાન જાગૃતિ માટે પ્રયાસો કરી રહી છે.

જામનગરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં યુ.કે.જી.માં અભ્યાસ કરતી જ્યોતિ દિપેશભાઈ કટારમલ નામની 5 વર્ષની બાળા ઈ.વી.એમ.મશીનનું રૂપ ધારણ કરી અવશ્ય મતદાન કરો તેવો સંદેશ આપી રહી છે. આ બાળકી સ્કૂલની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ઈ.વી.એમ. મશીન બની હતી અને મહિલાઓને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. માસુમ જ્યોતિના આ પ્રયોગને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જ્યોતિ જાહેર સ્થળોએ પણ મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ જામનગરની આ બાળકીથી પ્રભાવિત થયા હતા અને તેમને મીઠો આવકાર આપ્યો હતો.

સરકાર જયારે મતદાન જાગૃતિ માટે રેલી, શપથ ગ્રહણ સમારોહ, ભીંતચિત્રો, શેરી નાટકો લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે જામનગરમાં આ બાળકીએ ઈ.વી.એમ. મશીન બની એક અનોખી રીતે અપીલ કરી છે.