5 કરોડ લોકો બન્યા રિલાયન્સ જિયોના પ્રાઈમ મેમ્બર, વધુ ગ્રાહકોને જોડવા નવી ઓફર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • 5 કરોડ લોકો બન્યા રિલાયન્સ જિયોના પ્રાઈમ મેમ્બર, વધુ ગ્રાહકોને જોડવા નવી ઓફર

5 કરોડ લોકો બન્યા રિલાયન્સ જિયોના પ્રાઈમ મેમ્બર, વધુ ગ્રાહકોને જોડવા નવી ઓફર

 | 6:11 pm IST
  • Share

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. જોકે, આનાથી બે દિવસ પહેલા કંપનીએ કેટલાક આંકડાઓ જાહેરા કર્યા છે. આ આંકડાઓ અનુસાર પાંચ કરોડ ગ્રાહકોએ પ્રાઈમ મેમ્બરશિપ લઈ લીધી છે. આ રીતે આ ગ્રાહકો કંપનીના તે ગ્રાહકોમાં સામેલ થઈ ગયા છે જે ચુકવણી કરશે. રિલાયન્સ જિયોની સેવા હાલમાં ફ્રિ છે. કંપની એક એપ્રિલથી ચાર્જ લેવાનું શરૂ કરે છે. આ વચ્ચે કંપનીએ વાર્ષિક મેમ્બરશિપ માટે 99 રૂપિયાની ઓફર શરૂ કરી હતી. આ મેમ્બરશિપ લેવાની અંતિમ તારીખ 31 માર્ચ છે.

કંપનીએ દાવો કર્યો છે કે, તેના દસ કરોડથી વધારે નિ:શુલ્ક ગ્રાહકોમાંથી લગભગ 5 કરોડે મેમ્બરશિપની ચુકવણી કરી છે અને ડેટા પેકની ખરીદી કરી છે. જિયો પ્રાઈમ સભ્યો માટે ડેટા પેક 149 રૂપિયા પ્રતિ મહિનેથી શરૂ થાય છે. વોઈસ કોલ હમેશા માટે ફ્રિ રહેશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, જિયો પ્રાઈમ મેમ્બરશિપ માટે 50 ટકા ટાર્ગેટ પૂરો કરી લીધો છે.

કંપની અધિકારીઓના જણાવ્યા અનુસાર જિયોના કેટલા ગ્રાહકોએ સશુલ્ક ગ્રાહક બનવાનો વિકલ્પની પસંદગી કરી છે, તેનો સટીક આંકડા 31 માર્ચ પછી જ આવશે. ઉદ્યોગ જગતના અનુમાન અનુસાર જિયોના 10 કરોડથી વધારે વર્તમાન ગ્રાહકોમાંથી 30 ટકા તેને વધારાના ક્નેક્શનના રૂપમાં ઉપયોગ કરી રહ્યાં છે. જોકે, જિયોને પાંચ કરોડ ગ્રાહક પણ ચુકવણી કરનાર મળી જાય છે તો તે દેશમાં સશુલ્ક બ્રોન્ડબેન્ડ સેવા આપનારી સૌથી મોટી કંપની થઈ જશે.

યુઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે રિલાયન્સ જિયોએ મુફ્ટ ડેટાની ઓફર પણ આપી છે. ગ્રાહક જો 303 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો તેને જિયો તરફથી 60 જીબી ડેટા વધારાનું આપવામાં આવશે. જ્યારે 499 રૂપિયા અને તેનાથી ઉપરના રીચાર્જ પર રિલાયન્સ જિયો તરફથી વધારનું 10 જીબી ડેટા આપવામાં આવશે. આ રીતે 12 મહિનામાં 120 જીબી ડેટા ફ્રિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન