આ કંપનીના 50 ટકા કર્મચારી આવતા 5 થી 10 વર્ષ સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકશે

દુનિયાની સૌથી મોટી સોશિયલ મિડિયા કંપની ફેસબુકએ કોવિડ-19 મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ પોલિસીને સપોર્ટ કર્યો છે. કંપનીના સીઇઓ માર્ક ઝૂકરબર્ગનુ કહેવુ છે કે, તેમના 50 ટકા કર્મચારી 5 થી 10 વર્ષ સુધી રિમોર્ટ વર્કિંગ કરી શકશે. કંપની આમ કરીને કર્મચારીઓને સુરક્ષિત રાખવા માગે છે.
ઓફિસ ખૂલવા પર કંપની શરૂઆતમાં ફક્ત 25 ટકા કર્મચારીઓને ઓફિસથી કામ કરવાની મંજૂરી આપશે. જે કર્મચારી રિમોર્ટ વર્કિંગને સપોર્ટ કરશે, તેણે કંપનીને લોકેશન આપવું પડશે. કંપનીની વર્ક ફ્રોમ હોમ પોલીસી એક જાન્યુઆરી પછી પણ ચાલુ રહેશે. કંપનીએ આ સમગ્ર વર્ષ દરમિયાન વર્ક ફ્રોમ હોમ પોલીસી લાગુ કરી દીધી છે.
ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, ઝુકરબર્ગએ કર્મચારીઓ દ્વારા સૂચવવામાં આવેલા લોકેશન પર પગાર આપવામાં આવશે. જેઓ લોકેશન આપવા અંગે ગંભીર નથી, તેઓ માટે ગંભીર ફેરફાર આવશે.
ફેસબુક પેજ પર લાઇવ સ્ટ્રિમીંગમાં ઝુકરબર્ગે કહ્યું કે ઓફિસથી કામ કરવા માટે ઘણી વાર તમે નાના શહેર, અલગ સમુદાય તથા અલગ બેકગ્રાઉન્ડના લોકોને નોકરી આપવાથી બચો છો. પરંતુ, રિમોર્ટ પર કામ કરવાથી આ પ્રકારના લોકોના હાયરિંગમાં કોઇ મુશ્કેલી રહેતી નથી. કંપની રિમોર્ટ હાયરિંગમાં ઝડપ લાવી શકે છે. કંપની આવનારા દિવસોમાં એડવાન્સ્ડ એન્જિનીયરીંગ માટટે હાયરિંગ કરી શકે છે.
60 ટકા કર્મચારીઓને નાના શહેરોમાં જવુ પસંદ
માર્કેટ વોચ પ્રમાણે, કેલિફોર્નિયાએ મેનલો પાર્ક સ્થિત ફેસબુક હેડક્વાર્ટરની સરેરાશ સ્થાનિક કિંમત 2.4મિલિયન ડોલર છે. જ્યારે વિશાળ ખાડી ક્ષેત્રમાં સરેરાશ ઘરેલું મૂલ્ય વિતેલા વર્ષે 928,000 ડોલર હતુ. ફેસબુકના ઇન્ટરનલ સરવેમાં કર્મચારી એ વાતને લઇ નિશ્ચિત હતા કે, તેઓને તક મળશે તો, તેઓ અન્ય સ્થળે જવા તૈયાર છે. લગભગ 60 ટકા કર્મચારીઓએ નાના શહેર કે ગામમાં જવા તૈયારી દર્શાવી છે.
આ વીડિયો પણ જુઓ: દમણ- વતન જવાની માગ સાથે હોબાળો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન