50 percent female politicians in south africa two indian
  • Home
  • Featured
  • આ દેશનાં મંત્રીમંડળમાં છે 50 ટકા મહિલાઓ, ભારતનાં બે નેતાઓ પણ સામેલ

આ દેશનાં મંત્રીમંડળમાં છે 50 ટકા મહિલાઓ, ભારતનાં બે નેતાઓ પણ સામેલ

 | 5:19 pm IST

મોદી સરકારની શપથવિધીનો સમય પણ ચાલી રહ્યો છે અને ખાતા પણ સોંપી દેવામાં આવ્યાં છે. ત્યારે મંત્રી મંડળમાં કેટલા મહિલા નેતા છે એની પણ ચર્ચા થઈ હતી એ જ રીતે એક દેશ એવો છે કે જ્યાં મંત્રીમંડળમાં 50 ટકા મહિલા છે. દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ પોતાની નવી કેબિનેટમાં મુળ ભારતની બે મહિલાઓને પણ સ્થાન આપ્યું છે અને એ રીતે 50 ટકા મંત્રીમંડળમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે રામફોસાએ કેબિનેટ મંત્રીઓની સંખ્યા 36થી ઘટાડીને 28 કરી નાખી છે.

આ રીતે રામફોસાની સરકાર હવે લૈંગિક સમાનતા વાળી સરકારમાં સામેલ થઈ ગઈ છે. મુળ ભારતનાં બે મંત્રી પ્રવીણ ગોવર્ધન અને ઈબ્રાહિમ પટેલને પણ સમાવ્યાં છે. રામફોસાની સત્તારુઢ પાર્ટી અફ્રિકી નેશનલ કોગ્રેસ પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં થયેલ ચૂંટણીમાં 57.5 ટકા મતદાનનાં બહુમતથી જીત દાખલ કરી છે. ભ્રષ્ટાચારનાં આરોપી જૈકબ જુમાને પાછળનાં વર્ષે રામફોસાને રાષ્ટ્રપતિ પદ પર રાખવામાં આવ્યાં હતા અને જૈકબ જુમાને મંત્રી પદ સોંપી દેવામાં આવ્યું હતું.

સિરિલ રામફોસાએ મંત્રીઓની જાહેરાત કરતા કહ્યું કે, જો આપણે આ જનાદેશને વધારે પ્રભાવી બનાવવો હશે તો એક સક્ષમ, પ્રભાવી અને નૈતિકતા સાથે કામ કરવાવાળી સરકારની જરૂર પડશે. એમનું આ ભાષણ રાષ્ટ્રીય સ્તર પર ટેલિવિઝન પર કરવામાં આવ્યું હતું. સિરિલ રામફોસાએ ભષ્ટ્રાચાર વિરુદ્ધ લડવા માટે અને દેશને સારી અર્થવ્યવસ્થા આપવાનો સંકલ્પ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન