મહેસાણાઃ 50 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટીને કર્યું અગ્નિસ્નાન - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણાઃ 50 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટીને કર્યું અગ્નિસ્નાન

મહેસાણાઃ 50 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટીને કર્યું અગ્નિસ્નાન

 | 3:12 pm IST

મહેસાણામાં આધેડ મહિલાએ પોતાની જાત જલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં સોમવારે સવારે આ ઘટના બની હતી. પરિવારજનો તરફથી માનસિક ત્રાસ મળતો હોવાના કારણે 50 વર્ષીય મહિલાએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી હતી.

આ ઘટનાના પગલે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સાથે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી આપીને આગળની કામગીરી હાથધરી હતી.