કાલા ધન પર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક: ₹ 500 અને 1000ની નોટો રદ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાલા ધન પર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક: ₹ 500 અને 1000ની નોટો રદ

કાલા ધન પર મોદીની સર્જિકલ સ્ટ્રાઇક: ₹ 500 અને 1000ની નોટો રદ

 | 8:04 pm IST

દેશના અર્થતંત્રને ખોખલું કરી નાંખનારા નકલી નોટોના કારોબારને ધ્વસ્ત કરવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બહું જ મોટો નિર્ણય લીધો છે. ચલણમાંથી 500-1000ની નોટોને આજે મધ્યરાત્રિથી ચલણમાંથી રદ કરી દીધી છે. આથી હવે આ ચલણી નોટો લેણદેણમાં કે ચૂકવણીમાં વાપરી શકાશે નહિં પણ તેને પોસ્ટઓફિસ કે બેંકમાં આગામી 50 દિવસોની અંદર બદલી શકાશે.

મોદીનું સંબોધન
પાછલા અઢી વર્ષોમાં સવાસો કરોડ દેશવાસીઓના સહયોગથી આજે ભારત ગ્લોબલ ઈકોનોમીમાં એક ચમકતા સિતારાના રૂપમાં ઉભરી આવ્યું છે.
આ સરકાર ગરીબોને સમર્પિત છે અને સમર્પિત રહેશે
દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવી બીમારીઓને પોતાના મૂળીયા જમાવી લીધાં છે. અને દેશમાં ગરીબી હટાવવાં આ સૌથી મોટી બાધા છે.
દરેક દેશના વિકાસમાં એવી ક્ષણો આવી છે જ્યારે એક શક્તિશાળી અને નિર્ણાયક કદમ ઉઠાવવાની આવશ્યકતા મહેસૂસ કરવામાં આવી.
સીમા પારથી અમારા શત્રુ જાલી નોટો દ્વારા પોતાનો ધંધો ભારતમાં ચલાવે છે અને આ સાલોસાલ ચાલી રહ્યું છે.
500 અને 1000 રૂપિયાની જૂની નોટો દ્વારા લેનદેણની વ્યવસ્થા આજે રાત્રિના 12 વાગ્યાથી બંધ કરવામાં આવી છે.
50,20,10, 5,2,1, 50 પૈસાના સિક્કા, વિેગેરે ચાલું રહેશે
દેશવાસીઓને ઓછામાં ઓછી તકલીફનો સામનો કરવો પડે તે માટે અમે કેટલીક વ્યયસ્થા ઉભી કરી છે. જૂની નોટોને નવી અને માન્ય નોટો સાથે બદલી કરવાની સુવિધા આપવામાં આવશે.
આગામી 72 કલાક સુધી સરકારી હોસ્પિટલો અને રેલ્વે ટિકેટ બુકિંગ, બસ તેમજ એરલાઈન કાઉન્ટર એરપોર્ટમાં સ્વીકારી શકાશે
500 અને 1000 રૂપિયાની જૂની નોટો 10 નવેમ્બરથી 30 ડિસેમ્બરસુધીના 50 દિવસોની અંદર પોતાની પોસ્ટઓફિસમાં કે બેંકમાં જમા કરાવી શકો છો.
9મી નવેમ્બરે અને કેટલાંક સ્થાનોમાં 10 નવેમ્બરે એટીએમ કામ નહિં  કરે
તમારી મૂડી તમારી જ રહેશે તમારે કોઈ ચિંતા કરાવવાની જરૂર નથી
સમય સમય પર મુદ્રાવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારની સહમતિથી નવા અધિક મૂલ્યની નોટોને સરક્યુલેશનમાં લાવતા રહ્યા છે.
આ પૂરી પ્રક્રિયામાં રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નવી નોટોનો પ્રસ્તાવ આવ્યો છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી રૂ.4000 સુધીની 500 અને 1000 નોટોની નોટો બદલી શકાય છે. 25મી નવેમ્બરથી આ રકમની લિમિટમાં વૃદ્ધિ કરવામાં આવશે.
ઓન લાઈન પેમેન્ટમાં કોઈ અવરોધ નહિં. તેરાબેતા મુજબ જ ચાલુ રહેશે.
દેશના હિતમાં, ગરીબોના હિતમાં આપના તરફથી પૂર્ણ સહકારની અપેક્ષા સાથે વિરમું છું.