500 kg heroin case: Drugs were also smuggled abroad via Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 500 કિલો હેરોઈન કેસ: ગુજરાતના માર્ગે વિદેશમાં પણ ડ્રગ્સ ધકેલાયેલું હતું, મુખ્ય આરોપીની ચાર્જશીટમાં NIAનો ઘટસ્ફોટ

500 કિલો હેરોઈન કેસ: ગુજરાતના માર્ગે વિદેશમાં પણ ડ્રગ્સ ધકેલાયેલું હતું, મુખ્ય આરોપીની ચાર્જશીટમાં NIAનો ઘટસ્ફોટ

 | 8:03 am IST
  • Share

ગુજરાતના માર્ગે કરોડોનું ૫૦૦ કિલોનું હેરોઈન પ્રકરણમાં સુખબીરસિંઘ ઉર્ફે હેપી લખબીરસિંહને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પુરાવા એકત્ર કરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે. જેમાં ગુજરાતમાં કેવી રીતે હેરોઈનનો જથ્થો પંજાબથી મગાવ્યો હતો અને ત્યાંથી કેવી રીતે ભારત બહાર મોકલ્યો હતો તેનો ખુલાસો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

એનઆઈએની ચાર્જશીટમાં એવો ઉલ્લેખ છે કે, આરોપી સુખબીરસિંઘના મોબાઈલના ડેટામાંથી ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટર સિમરનજીતસિંહ સંધુ સાથે અત્યાર સુધી કેટલીવાર ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હતી. સુખબીરસિંહ ઉર્ફે હેપી અફઘાનમાં અરમાન સાથે ધરાબો ધરાવતો હોય તેના મારફતે અફઘાનથી ડ્ગ્સ શુધ્ધ કરાવવા મગાવતો હતો.

આરોપી સુખબીરસિંઘના વોટસએપના મેસેજમાં ભારતના પણ ડ્રગ્સ ડીલરોના નામો ખુલ્યા છે. આરોપી સુખબીરસિંઘ ઉર્ફે હેપી સામે અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, પાકિસ્તાનથી દાણચોરી કરવામાં આવતા કુલ ૫૦૦ કિલો હેરોઇનમાંથી ૨૦૦ કિલોગ્રામનો કચરો ભરીને ઈન્દ્રેશ રામબચ્ચન નિશાતની ટ્રકમાં લાકડાંની પેનલો વચ્ચે છુપાવવામાં આવ્યો હતો.

એવી પણ માહિતી મળી છે કે, ૩૦૦ કિલો હેરોઈન જીરું અને સુવાના થેલામાં સંતાડીને અક્ષર ટ્રાન્સપોર્ટ મારફતે અમૃતસર પહોંચાડાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો