સુરતમાં એકસાથે 502 કપલના લગ્ન કરાવાયા - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં એકસાથે 502 કપલના લગ્ન કરાવાયા

સુરતમાં એકસાથે 502 કપલના લગ્ન કરાવાયા

 | 9:11 am IST

સુરતમાં ગઈકાલે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 502 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આહીર સમાજ દ્વારા કરાયેલા આ રજત જયંતી મહોત્સવમાં હજારો લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ હાજરી આપીને નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. સુરતના આંગણે પહેલીવાર એકસાથે 502 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હોય તેવો આ પહેલો પ્રસંગ હતો.

એક લાખથી વધુ લોકો આ પ્રસંગના સાક્ષી બન્યા હતા, જેમણે નવયુગલોને આર્શીવાદ આપ્યા હતા. નવયુગલોને શ્રીજીની પ્રતિમા સહિત કુલ 49 વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે રક્તદાન કેમ્પ, બેટી બચાવો જેવા કાર્યક્રમ કરીને તેમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ સમૂહલગ્નમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરાયો છે. વર્ષો જૂની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય એ વાતને ધ્યાને રાખી તમામ વરરાજાને પરંપરાગત પોશાક આંગીમાં જ માંડવામાં લાવવામાં આવ્યા છે. 2000 યુવાનોનું ગ્રુપ ગ્રામ્ય વિસ્તારમાં આહીર જે પહેરવેશ ધારણ કરે છે તે સફેદ ચોરણી અને પહેરણમાં આવ્યા છે. જે કેસરી અને લીલા સાફા સાથે આવ્યા હોવાથી અશોક ચક્ર સાથે રાષ્ટ્રધ્વજનું દૃશ્ય જોવા મળે છે.

અખિલેશ યાદવે શું કહ્યું…
આહીર સમાજના સમૂહલગ્નમાં યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. અખિલેશ યાદવે સુરતના વખાણ અને અભિનંદન આપ્યા હતા. અને તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.