508 New Corona Cases With 24 Hours In India, Death Toll Rise To 124
  • Home
  • Corona live
  • દેશમાં 24 કલાકમાં જ સામે આવ્યા કોરોનાનાં 508 કેસ, અત્યાર સુધી 124 લોકોનાં મોત

દેશમાં 24 કલાકમાં જ સામે આવ્યા કોરોનાનાં 508 કેસ, અત્યાર સુધી 124 લોકોનાં મોત

 | 8:02 pm IST

સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દેશમાં મંગળવારનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ વધીને 4,789 થઈ ગયા છે, જ્યારે આનાથી થયેલા મોતનો આંકડો 124 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 508 નવા COVID-19નાં કેસ સામે આવ્યા છે અને 13 લોકોનાં મોત થયા છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસ વધીને 4,789 થઈ ગયા છે. આમાંથી 4312 એક્ટિવ કેસ છે, જ્યારે 353 લોકો ઠીક થઈ ગયા છે.

30 નવા દર્દીઓનાં મોત થયા હતા

અત્યાર સુધી મરનારાઓની કુલ સંખ્યા 124 પર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારનાં 24 કલાક દરમિયાન 693 નવા કેસ સામે આવ્યા હતા અને 30 દર્દીઓનાં મોત થયા હતા. લવ અગ્રવાલે સંક્રમણને રોકવા માટે લાગુ લોકડાઉનને પ્રભાવી ગણાવતા કહ્યું કે સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉનું સખ્તાઈથી પાલન કરવાવવા અને સઘન નજર રાખવાના કારણે સંક્રમણ પર નિયંત્રણ રાખવામાં મદદ મળી રહી છે.

ટેકનોલોજી આધારિત નવી સેવાઓ કોરોનાને રોકવામાં મદદરૂપ

તેમણે કહ્યું કે કોરોના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત વિસ્તારોમાં ચિન્હિત કરવામાં આવેલા આગરા, નોઈડા, પૂર્વ દિલ્હી, ભીલવાડા અને મુંબઈમાં લોકડાઉનનાં ઉપાયોની અસર જોવા મળી છે અને આ ક્ષેત્રોમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. અગ્રવાલે કહ્યું કે સ્માર્ટ સિટી પરિયોજના અંતર્ગત, પુણે, ભોપાલ અને સુરત સહિત અન્ય શહેરમાં ટેકનોલોજી આધારિત નવી સેવાઓનો પણ કોરોના નિયંત્રણ અભિયાનમાં પ્રભાવશાળી સહયોગ લેવામાં આવી રહ્યો છે.

ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવએ મંત્રાલયને ચિકિત્સા સંસ્થાઓને કોરોનાની સારવારમાં ઑક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે.

આ વિડીયો પણ જુઓ: કોરોના વાયરસની અફવા રોકવા વોટ્સએપે નવી પોલિસી બનાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન