દિલ્હીમાં વેક્સિન લગાવ્યા બાદ સાઈડ ઈફેક્ટના 51 કેસ, એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

આજથી દેશભરમાં કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાંજે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રસીકરણના આંકડા જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે રસીકરણ દરમિયાન કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી. જો કે, દિલ્હીમાં 51 લોકોએ નજીવી તકલીફોની (minor adverse events) ફરિયાદ કરી હતી. અને એક વ્યક્તિને ગંભીર અસર જોવા મળતાં તેને AEFI સેન્ટરમાં (AEFI centre) દાખલ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ અભિયાનમાં 4319 હેલ્થકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં NDMCના ચારક પાલિકા હોસ્પિટલના બે હેલ્થવર્કે છાતીમાં સામાન્ય દુઃખાવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેઓને AEFI સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જો કે 30 મિનિટ બાદ બંનેની સ્થિતિ સામાન્ય થતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ઉત્તર રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલમાંથી બે કેસ સામે આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને AEFI સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
વેક્સિનના સામાન્ય અસરની ફરિયાદોના મામલામાં દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધારે જોવા મળ્યા હતા. બંને વિસ્તારમાં આવા 11 મામલાઓ સામે આવ્યા હતા. વેક્સિનેશનને લઈ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, આપણે સફળતાની તરફ વધી રહ્યા છીએ. અને આપણે સાથે મળીને લડવાનું છે. ભારતમાં પ્રથમ દિવસે 1,91,181 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
આ વીડિયો પણ જુઓઃ ફાઈઝર રસીની સાઈડ ઈફેક્ટના કેસ વધતા દેખાયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન