55 percents voting for vapi nagar palika
  • Home
  • Gujarat
  • વાપી નપા માટે 55% મતદાન, 109 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

વાપી નપા માટે 55% મતદાન, 109 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

 | 9:38 pm IST
  • Share

  • અનેક ઠેકાણે EVM ખોટકાયાની ફરિયાદ
  • પોલિંગ બૂથ પર બોગસ મતદાનની ફરિયાદ સાથે હોબાળો
  • ભાજપ અને કોંગ્રેસના જીતના દાવા વચ્ચે 30 નવેમ્બરે પરિણામ

વાપી નગર પાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે દિવસના અંતે કુલ 55 ટકા મતદાન નોંધાયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા મતદાનના અંતે કુલ 109 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયુ છે.

વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે  આજે વહેલી સવારથી 129 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ગયું હતું. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે.

ગત ટર્મમાં 44માંથી 41 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો આવી હતી. આ વખતની ચૂંટણી માટે 44 પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જેના કારણે 43 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ 43 બેઠકો માટે ભાજપે 43 ઉમેદવારો, કોંગ્રેસે 42 ઉમેદવારો તો આમ આદમી પાર્ટીએ 24 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. જો કે અનેક મતદાન મથકો પર EVM ખોટકાયાની ફરિયાદો મળી હતી. આ સિવાય કેટલાક પોલિંગ બૂથો પર બોગસ મતદાનની ફરિયાદો સાથે હોબાળો પણ થયો હતો. જો કે પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ દ્વારા પોત-પોતાના ઉમેદવારો જીતશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે મતદારોના મનની વાત તો મતગણતરીના દિવસે એટલે કે 30 નવેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો