57 YO man eaten by his own 18 pet Dogs in texax, America
  • Home
  • Featured
  • 18 કૂતરાંઓએ તેમના માલિકને જ બનાવી દીધો કોળિયો, વાળ-કપડાં સાથે પૂરેપૂરો ખાઈ ગયા

18 કૂતરાંઓએ તેમના માલિકને જ બનાવી દીધો કોળિયો, વાળ-કપડાં સાથે પૂરેપૂરો ખાઈ ગયા

 | 9:47 pm IST

અમેરિકામાં 18 કૂતરાઓએ તેમનાં જ માલિકને ખાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરાં ઈમાનદાર હોવાને કારણે લોકો તેમને પાળતાં હોય છે. પણ અમેરિકાના ટેક્સાસમાં રહેતાં 57 વર્ષીય વ્યક્તિને કૂતરાં પાળવાનો આ શોખ ભારે પડી ગયો હતો. 18 પાળતું કૂતરાઓએ તેમનાં માલિકને જ કોળિયો બનાવી દીધો હતો.

કૂતરાઓને પ્રેમ કરતાં મેક ડલાસ 18 કૂતરાંઓ સાથે એકલાં રહેતાં હતા. તે ગત એપ્રિલ મહિનાથી લાપતા હતા. સંબંધીઓ જ્યારે તેમના ઘરે જતાં તો કૂતરાઓ હિંસક બની જતાં, અને સંબંધીઓને ઘરમાં ઘૂસવા ન દેતા હતા. જે બાદ સંબંધીઓએ મેકના લાપતા થયા હોવા અંગે પોલીસને જાણ કરી હતી.

જ્યારે પોલીસ મેકની તલાશ માટે ઘરે પહોંતી, તો તેઓને ઘરની આગળ ઘાસની વચ્ચે કૂતરાઓનું મળ મળ્યું. જેમાં માણસનાં વાળ, કપડાં અને હાડકાંઓનાં ટુકડાં હતા. મેકનાં મોતની આશંકા વચ્ચે હાડકાંઓને તપાસ માટે મોકલવામાં આવ્યા. હાડકાંઓનાં ડીએનએથી જાણવા મળ્યું કે આ હાડકાંઓ મેકના જ હતા.

જ્હોનસન કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે, મેડિકલ પરીક્ષકોએ ડીએનએ ટેસ્ટથી જાહેર કર્યું છે કે, કૂતરાંઓનાં મળથી પ્રાપ્ત થયેલાં હાડકાંઓ 57 વર્ષીય ફ્રેડી મેકના હતા. તપાસકર્તાઓ પ્રમાણે મિક્સ બ્રિડના 18 કૂતરાંઓ મેકના શરીર, તેનાં કપડાં અને તેનાં વાળને ખાઈ ગયા હતા.

રિપોર્ટ પ્રમાણે મેકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હતા. તપાસમાં એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, મેક બીમાર હતો તે સમયે કૂતરાઓ તેને મારીને ખાઈ ગયા, કે પછી મેકના મોત બાદ કૂતરાઓ તેના શરીરને ખાઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન