5g trail will begin in india in next 100 days says telecom minister
  • Home
  • Featured
  • ભારતમાં શરૂ થશે 5G ટ્રાયલ, જાણો આ ટેક્નોલોજીથી શું છે ફાયદો

ભારતમાં શરૂ થશે 5G ટ્રાયલ, જાણો આ ટેક્નોલોજીથી શું છે ફાયદો

 | 4:37 pm IST

2G, 3G અને 4G હવે જુના જમાનાની વાત સાબિત થઇ જશે. કારણ કે ભારતમાં પણ 5G ટ્રાયલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ બાબતની માહિતી ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (DoT) ની તરફથી આવી છે. નવા ચૂંટાયેલા દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કાર્યભાર સંભાળ્યા પછી મીડિયાથી વાત કહ્યું હતુ કે અમે ટૂંક સમયમાં જ ભારતના 5 જીની ટ્રાયલ શરૂ કરી રહ્યા છીએ. આ અમારો પ્રયત્ન છે કે ટ્રાયલ પછી 5 જી સર્વિસ જાહેર ટ્રાયલ માટે રોલ આઉટ કરી શકાય.

ઉલ્લેખનિય છે કે કેટલાક દેશોમાં 5Gનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ચીને 5Gના કોમર્શિયલ ઉપયોગને લીલી ઝંડી પણ આપી દીધી છે. ત્યારબાદ ભારતમાં પણ આ ટેકનિકને લઈ કવાયત શરૂ થઈ ગઈ છે. આ ટેક્નોલોજી આવવાથી વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રમાં એક નવા યુગનો આરંભ થશે. હાલમાં જ થોડા મહિના પહેલા સેમસંગે પોતાનો પહેલો 5G સ્માર્ટ ફોન સાઉથ કોરિયામાં લોન્ચ કર્યો હતો, સેમસંગ સિવાય ચિપસેટ નિર્માતા કંપની ક્વોલકમ અને હુવાવે જેવી કંપનીઓ પણ 5Gને લઈ કામ કરી રહી છે. ભારત સરકાર આ વર્ષે 5G સ્પેકટ્રમની હરાજી કરવા પ્રતિબદ્ધ છે.

હવે આવનારી 5G ટેક્નોલોજીમાં ડેટાની સ્પિડ ઘણી ફાસ્ટ હશે. તેમજ તેમાં સ્પિડ 4Gની તુલનામાં 100 ગણી વધારે હશે. તેનો મતલબ છે કે, 5G કનેક્શન પર ડાઉનલોડ સ્પીડ 2.5 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની હશે, જ્યારે અપલોડ સ્પીડ 1.25 ગીગીબાઈટ પ્રતિ સેકન્ડ હશે. તેને આ રીતે સમજીએ તો, માની લો કે 3 જીબીની મૂવી ડાઉનલોડ કરવા માંગો છો તો જો તેને 3જી નેટવર્ક પર ડાઉનલોડ કરીએ તો, તે મૂવી 1.8 કલાકમાં ડાઉનલોડ થશે. જો તેને 4જી પર ડાઉનલોડ કરવામાં આવે તો, 40 મિનીટ લાગશે. અને જો હવે 5G પર તેને ડાઉનલોડ કરવામાં આવશે તો, તે માત્ર 35 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન