5th November 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: ગુજકોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, ‘મહા’નું સંકટ ટળ્યું નથી ત્યાં બીજા વાવાઝોડાનો ખતરો

[email protected]: ગુજકોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, ‘મહા’નું સંકટ ટળ્યું નથી ત્યાં બીજા વાવાઝોડાનો ખતરો

 | 2:54 pm IST

ગુજરાત માટે આજે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો અને ખુબ લાંબી રાહ જોયા બાદ અંતે રાજ્ય સરકારના ગુજકોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી આપી દેવામાં આવી છે. તો બીજીબાજુ હજુ ‘મહા’નું સંકટ ટળ્યું નથી ત્યાં વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. ગુજરાતના માથે ફરી એક વખત સંકટના વાદળો ઘેરાય તો નવાઇ નહીં. આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે, ગુજરાતને નુકસાન કરશે કે નહીં, જેવા અનેક સવાલોનો જવાબ આગામી 48 કલાકમાં મળી જશે તેવા એંધાણ છે. તો મહારાષ્ટ્રની ચૂંટણી પરિણામો બાદથી સરકાર રચવાનું કોકડું જૈસે થૈ સ્થિતિમાં જ છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતના લોકલાડીલા મોદીએ સેવેલું સપનું થયું સાકાર, ગુજકોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજીને રાજ્યને ગુજકોક બિલને મંજૂરી મળી ગઇ હોવાની વાત જણાવી હતી.  શાંતિ અને સલામતી માટે ગુજરાતે આ કાયદો બનાવ્યો હતો. પરંતુ કોંગ્રેસની સરકારમાં આ બિલને મંજૂરી મળી નહોતી. પરંતુ હવે ભાજપની સરકારમાં ગુજરાતને ગુજકોક બિલને મંજૂરી મળી ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાતમાં ‘મહા’નું સંકટ હટ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડાનો ખતરો! હવે પછીનું નામ ‘બુલબુલ’ હશે

12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારબાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’વાવાઝોડાએ દસ્તક દીધી છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે. હવે પછી જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે તેનું નામ સંભવિત નામ ‘બુલબુલ’હશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: મહારાષ્ટ્રનું કોકડું BJPના આ દિગ્ગજ નેતા ઉકેલશે? શિવસેનાએ આમને પત્ર લખી કહ્યું કે…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટકની વચ્ચે શિવસેનાના એક ટોપ નેતાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે ભાજપ અને શિવસેનાની વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાની ભલામણ કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: દિલ્હી પોલીસ વિવાદ: કેન્દ્રીય મંત્રીએ એવી ટ્વીટ કરી કે થોડીકવારમાં ડિલીટ, પછી કહ્યું કે…

દિલ્હીમાં પોલીસ અને વકીલોની વચ્ચે આરપારની લડાઇ વધતી રહી છે. દિલ્હી પોલીસના જવાન મંગળવારના રોજ વકીલો પર એકશન લેવાની માંગણી કરતાં પ્રદર્શન કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ખૂંખાર આતંકવાદીની બહેનની આ દેશમાં ધરપકડ, આખી દુનિયાએ લીધી નોંધ

અમેરિકન સેનાની કાર્યવાહીમાં ઠાર કરાયેલા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(IS)ના નેતા રહેલા અબુ બકર અલ-બગદાદીની મોટી બહેન રસમિયાની તુર્કીએ ધરપકડ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: આ નિર્ણય ન લેવાયો હોત તો ક્રિકેટ રેકોર્ડ્સનો બાદશાહ વિરાટ પાકિસ્તાનની ટીમમાં હોત!

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી આજે 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં રેકોર્ડ્સનું વાવાઝોડું લાવનાર આ ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂકતા જ ને કમાલ પ્રદર્શન કરી લોકોનું દિલ જીત્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: RCEP: દુનિયાની સૌથી મોટી ટ્રેડ ડીલમાં સામેલ થવાથી ભારતે કર્યો ઇન્કાર, આ છે પ્રમુખ કારણ

એશિયાના 16 મોટા દેશો સાથેનો સૌથી મોટો વેપાર કરાર રિઝનલ કોમ્પ્રિહેંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ(RCEP) સાથે જોડાવવાથી આખરે ભારતે ઇન્કાર કર્યો છે. જોકે આ કરાર પહેલા ભારતે કેટલાક મુદ્દા અને સમસ્યાઓ રજૂ કરી હતી. પરંતુ તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: રણબીરને જોઈને વધે છે હૃદયના ધબકારા, અભિનેત્રી અને કરીનાના ભાઈ વચ્ચે રંધાઈ ખીચડી!

ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર-2થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી તારા સુતારિયા આ દિવસોમાં ફિલ્મ કરતા વધારે અફેરને લઈ ચર્ચામાં છે. આ પહેલા તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયું હતું અને ડેટ સુધીના ખબરો આવી રહી હતી. હવે તારાનું નામ સિદ્ધાર્થની જગ્યાએ કરીના કપૂરના ભાઈ સાથે જોડાયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: જૂના જમાનાનો Facebookનો લોગો જોઈને કંટાળી ગયા છો? તો હવે જોવા મળશે નવા રંગરૂપમાં

ફેસબુકએ પેરેંટ કંપની તરીકે પોતાનો લોગો લોન્ચ કર્યો છે. પેરેંટ કંપનીનો આ લોગો ફેસબુક એપના લોગોથી અલગ હશે. આ નવા લોગોમાં વપરાતા તમામ લેટરમાં હશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન