6 cameras, Realme X2 Pro launched with great design, know how much is the price
  • Home
  • Technology
  • 6 કેમેરા અદભૂત ડિઝાઈન સાથે લોન્ચ થયો Realme X2 Pro, જાણો શું છે તેની કિંમત

6 કેમેરા અદભૂત ડિઝાઈન સાથે લોન્ચ થયો Realme X2 Pro, જાણો શું છે તેની કિંમત

 | 3:14 pm IST

રીયલમી પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Realme X2 Pro ચીનમાં લોન્ચ કર્યો છે. કંપનીએ પહેલાથી પુષ્ટિ કરી હતી કે આ ફોન ડિસેમ્બરમાં ભારતમાં લોન્ચ થશે. Realme X2 Pro પ્રીમિયમ સેગમેન્ટમાં કંપનીનો પહેલો સ્માર્ટફોન છે.

Realme X2 Proમાં 6.5 ઇંચની ફુલ-એચડી+ (2400 x 1080 પિક્સેલ્સ) સુપર એમોલેડ ડિસ્પ્લે છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે. માહિતી અનુસાર તેમાં વધુ સારા ટચ માટે 135Hz ટચ સેમ્પલિંગ પણ છે. તેમાં ગેમિંગ માટે લિક્વિડ કૂલિંગ ફિચર પણ છે. રીઅલમી તેમાં ડોલ્બી એટોમસ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર સેટઅપ પણ પ્રદાન કર્યું છે.

કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ ક્વાડ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સેટઅપમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો, 13 મેગાપિક્સલનો ટેલીફોટો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે.

ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધા પણ છે. પાવર માટે તેમાં 4,000 mAhની બેટરી છે, જે 50W VOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ બેન્ડ વાઇફાઇ પણ આપવામાં આવ્યું છે.

રીઅલમી એક્સ 2 પ્રો ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને એક સ્પેશિયલ એડિશનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સની કિંમત RBM 2,599 (લગભગ 25,990 રૂપિયા), 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત RBM 2,799 (આશરે 27,990 રૂપિયા), 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત RBM 3,199 (આશરે 31,990 રૂપિયા) છે. તો રીઅલમી એક્સ 2 પ્રો માસ્ટર એડિશન RMB 3,299 (લગભગ 32,990 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ – બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન