પાકિસ્તાન: મુલ્તાનમાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર, 6ના મોત અને 150 ઘાયલ - Sandesh
  • Home
  • Main News
  • પાકિસ્તાન: મુલ્તાનમાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર, 6ના મોત અને 150 ઘાયલ

પાકિસ્તાન: મુલ્તાનમાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર, 6ના મોત અને 150 ઘાયલ

 | 9:37 am IST

પાકિસ્તાનના મુલ્તાનમાં એક પેસેન્જર ટ્રેન કાર્ગો ટ્રેન સાથે ટકરાતા 6 લોકોના મોત થયા છે જ્યારે 150 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે કરાચીથી પેશાવર જઈ રહેલી અવામી એક્સપ્રેસ ટ્રેનને મુલ્તાનમાં અકસ્માત નડ્યો. ટ્રેન નિર્ધારીત ટાઈમટેબલ મુજબ તેના યોગ્ય ટ્રેક પર જઈ રહી હતી પરંતુ અચાનક જ ત્યાં કાર્ગો ટ્રેન ઊભેલી હતી જેની સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી.

તમામ ઘાયલોને નિશ્તાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુલતાનના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન ઓફિસર (DCO)એ જણાવ્યું કે ટ્રેનમાંથી બચેલા તમામ લોકોને બહાર કાઢી લેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન