6-december-2018-06-pm-top-news-headlines
  • Home
  • Featured
  • [email protected] PM: લોકરક્ષક પેપર કાંડમાં સંદેશ દ્વારા સૌથી મોટો ખુલાસો સહિતના મહત્વપૂર્ણ સમાચાર

[email protected] PM: લોકરક્ષક પેપર કાંડમાં સંદેશ દ્વારા સૌથી મોટો ખુલાસો સહિતના મહત્વપૂર્ણ સમાચાર

 | 5:58 pm IST

 લોકરક્ષક પેપર કાંડમાં સંદેશ દ્વારા સૌથી મોટો ખુલાસો. અંડરવર્લ્ડની તર્જ પર ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ક્રાઇમની તરજ પર દેશમાં ચાલે છે સૌથી મોટુ પેપર લીકનું કૌભાંડ. ગાંધીનગરમાં પીપળજ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે. આલોહાહિલ્સ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. દીપડાના પગના પંજાના નિશાન મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ભાજપ એક જમાનાની ખુબ જ જાણીતિ અને અતિલોકપ્રિય અભિનેત્રીને 2019ની લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગત વર્ષે જૂનમાં અભિનેત્રી સાથે મુંબઈ સ્થિત તેના જ ઘર પર બેઠક પણ કરી હતી. આ જાણકારી ખુદ ભાજપના જ કેટલાક સૂત્રોએ આપી છે. પોતાના નિવેદનોના કારણે પોતાની પાર્ટીની સામે મોટા પડકારો ઉભી કરનાર ચર્ચિત સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે.  સહિતના અગત્યના સમાચાર

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-1:  LRD પેપર કાંડમાં કોની કેવી ભૂમિકા અને કોણે ગુજરાતમાં કર્યું કો-ઓર્ડિનેશન, જાણો સંપૂર્ણ વિગત

લોકરક્ષક પેપર કાંડમાં સંદેશ દ્વારા સૌથી મોટો ખુલાસો. અંડરવર્લ્ડની તર્જ પર ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ક્રાઇમની તરજ પર દેશમાં ચાલે છે સૌથી મોટુ પેપર લીકનું કૌભાંડ. આ એ જ ઓર્ગેનાઇઝ્ડ સિન્ડીકેટ ક્રાઇમની ટીમ છે કે જેણે ગુજરાતમાં કૌભાંડ આચર્યું હતું.

ગાંધીનગરમાં પીપળજ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે. આલોહાહિલ્સ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. દીપડાના પગના પંજાના નિશાન મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અગાઉ વિધાનસભાના ગેટની અંદર દીપડો ગુસવાના સીસીટીવી ખૂબ જ વાઇરલ થયા હતા.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-3:  લોકરક્ષક દળની પરીક્ષાનાં ટૂંક સમયમાં ઇશ્યૂ થશે કોલ લેટર્સ, આ તારીખે યોજાશે પરીક્ષા

હવે લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાશે. તેવી માહિતી ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે આપી છે. તેમજ ટૂંક સમયમાં ઉમેદવારોને કોલલેટર પણ ઈશ્યુ કરાશે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-4:  2019ની લોકસભાની ચૂંટણીમાં BJP બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રીને ઉતારશે મેદાનમાં

ભાજપ એક જમાનાની ખુબ જ જાણીતિ અને અતિલોકપ્રિય અભિનેત્રીને 2019ની લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગત વર્ષે જૂનમાં અભિનેત્રી સાથે મુંબઈ સ્થિત તેના જ ઘર પર બેઠક પણ કરી હતી. આ જાણકારી ખુદ ભાજપના જ કેટલાક સૂત્રોએ આપી છે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-5:  BJP સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ આપ્યું રાજીનામું, જાણો પાર્ટી છોડ્યા બાદ શું આપ્યું મોટું નિવેદન?

પોતાના નિવેદનોના કારણે પોતાની પાર્ટીની સામે મોટા પડકારો ઉભી કરનાર ચર્ચિત સાંસદ સાવિત્રી બાઇ ફૂલેએ બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે. યૂપીના બહરાઇચથી સાંસદ ફૂલેએ રાજીનામું આપ્યાની સાથે બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-6:  અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે ક્રિશ્ચન મિશેલે કર્યો મોટો ધડાકો, ‘લાંચ નહીં કન્સલ્ટન્સી ફીસ લીધી હતી’

અગસ્તા વેસ્ટલેન્ડ ડિફેન્સ ડીલમાં દલાલી લેવાના આરોપમાં ધરપકડ કરાયેલા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલે રૂપિયા લીધા હોવાની વાત સ્વીકારી લીધી છે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-7:  CBI vs CBI વિવાદમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બરાબરની ઘઘલાવી

સીબીઆઈ અધિકારીઓ વચ્ચેના વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કેટલાક વેધક સવાલો પુછ્યા હતાં. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે, સીબીઆઈ વિરૂદ્ધ સીબીઆઈ વિવાદમાં બે ટોચના અધિકારીઓ વચ્ચેની આ લડાઈ કંઈ રાતોરાત સામે નથી આવી.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-8: દવાના વેપારમાં સરકારે કસ્યો પંજો, એક્સપાયર્ડ થઈ ગયેલી દવા વેચવાથી થશે લાખોનો દંડ

કેન્દ્ર સરકાર હવે દવાના વેપારીઓ પર ગાળીયો કસ્યો છે. જો કોઈ દુકાનદાર એક પણ એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલી દવા વેચશે તો તેને મોટો દંડ ચૂકવવો પડશે. આ દંડ જે તે દવા પૂરતો જ નહિં પણ આખા બેચ માટે કરવામાં આવશે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-9:  આ પાકિસ્તાની બોલરે 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો નવો ઈતિહાસ

અબૂધાબીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનના ફિરકી બોલર યાસિર શાહે એક કમાલની ઉપલબ્ધિ મેળવી છે. લેગ સ્પિનર યાસિરે આ મેચમાં ક્વિી ટીમની બીજી ઈનિંગ દરમિયાન પોતાની ટેસ્ટ કરિયરમાં 200મી વિકેટ ઝડપીને ઈતિહાસ રચી નાંખ્યો છે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-10:  ભેળપુરી વેચવા નથી બનાવ્યું પ્રોડક્શન હાઉસ ભડકી અનુષ્કા શર્મા

પોતાની આગામી ફિલ્મ ઝીરોના પ્રમોશન દરમિયાન અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મ, અંગત જીવન, ફિલ્મ બિઝનેસ અને પોતાના પ્રોડક્શન હાઉસના પ્રોજેક્ટ પર વાત કરી હતી. ફિલ્મ ઝીરોના એક સામૂહિક ઈન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાને કેટલાક સવાલો પુછવામાં આવતા તે ભડકી હતી.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-11 :  ગૂગલની મોટી જાહેરાત, શટડાઉન થશે આ પોપ્યુલર એપ

દુનિયાની મોટી ટેક કંપની ગૂગલ પોતાની મેસેજનર એપ Alloને શટડાઉન કરી રહી છે. આને કંપનીએ સપ્ટેમ્બર 2016માં લોન્ચ કરી હતી. જોકે, ગૂગલની આશા પ્રમાણે આ એપ લોકપ્રિય થઈ શકી નહતી અને હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતે વાંચવા કરો ક્લિક-11 : જાણો ક્યાં નામની યુવતીઓ પોતાના પતિને સૌથી વધુ ખુશ રાખે છે

પોતાના ભાવી પાર્ટનરને લઈને સૌના મનમા જાતજાતના વિચારો આવે છે. તેનો જીવનસાથી કેવો હશે તેનો સ્વભાવ કેવો હશે તે અંગે સૌ કોઈને ચિંતા સતાવતી રહે છે. મહિલાઓની જેમ પુરૂષોમાં પણ એ વાતને લઈને ઉત્સુક્તા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન