6 Feet long Crocodile found in Surat
  • Home
  • Gujarat
  • સુરતમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ સાથે કુતૂહલ

સુરતમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ સાથે કુતૂહલ

 | 11:32 am IST

ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં મગર જોવા મળે તે સામાન્ય વાત છે. નદીમાં પૂર આવતાની સાથે જ વડોદરામાં અનેક રહેણાક વિસ્તારોમાં મગર ઘૂસી ગયાના બનાવો બનતા હોય છે. પણ સુરત શહેરના રહેણાક વિસ્તારમાં મગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ફફડાટ પણ વ્યાપી ગયો છે.

ભારે વરસાદ બાદ આજે સુરતના વાલક પાટિયા નામના રહેણાક વિસ્તારમાં લગભગ 6 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. રહેણાક વિસ્તારમાં મગર ફરી રહ્યો હોવાના સમાચારથી જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગેની જાણ વન વિભાગને કરી હતી. મગર જોવા મળ્યાના જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. મગરને પકડવાની કામગીરી રાત્રે જ હાથ ધરી દેવાઈ હતી. મહામહેનતે આ મગરને પકડીને એક પાંજરામાં બંધ કર્યો હતો.

મગર નિકળ્યો હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો મગરને જોવા આવ્યા હતા. અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં મગર અહીંથી ત્યાં ફરી રહ્યાની ઘટના કેદ કરી લીધી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં પણ ભારે શેર થઈ હતી. વીડિયોમાં મગરને આમ તેમ આંટા મારતો જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન